________________
શાળાને વાલી-દિન | દર મહિને મિ0 સ્કેવીયર્સ લંડન જઈ આવે, એટલે પછી સૌ છોકરાઓને ભેગા કરી, કોનાં ક્યાં સગાંવહાલાં મળવા આવ્યાં હતાં, કોણે કોને માટે કાગળ-પત્ર આપ્યા છે, કોનાં બિલ ચૂકવાયાંકોનાં ન ચૂકવાયાં, વગેરે બાબતોનો જાહેર અહેવાલ આપે. આ કામ તરત કરવાને બદલે બપોર પછીના શાળાના સમય દરમ્યાન કરવામાં આવતું, જેથી ત્યાં સુધી છોકરાઓને પોતાની ઈંતેજારી દબાવવાની નૈતિક તાલીમ મળે, તથા મિ૦ સ્કવીયર્સ પણ ભોજન બાદનાં કેટલાંક ઉચિત પીણાંથી જોઈતી કડકાઈ અને તાકાત પાછી મેળવી લે!
આજે પણ એ રીત પ્રમાણે બધા છોકરાઓને એ મહા-સુનાવણી માટે તેમને કામેથી બોલાવીને વર્ગના ઓરડામાં ભેગા કરવામાં આવ્યા અને મિસિસ સ્કવીયર્સ બે નવી સોટીઓ ટેબલ ઉપર તૈયાર રાખી પડખે ખડાં રહ્યાં. મિત્ર વીયર્સે હવે જરા ભાવનાની ઉત્કટતામાં આવી જઈને ભાષણ શરૂ કર્યું–
છોકરાઓ, હું લંડન જઈ આવ્યો! આ ટાઢમાં, એટલે બધે દૂર! અને ત્યાંથી હતો તેવો હેમખેમ મારા કુટુંબ વચ્ચે – અને તમો સૌ પણ મારા વહાલા કુટુંબના એક ભાગ જ છો, –પાછો આવી ગયો છે.”
આ વાક્ય બોલાઈ રહ્યું કે તરત છોકરાઓએ ત્રણ વખત તાળીઓ પાડીને, રાબેતા મુજબ, પોતાનો હર્ષ જાહેર કર્યો. બધા બરાબર તાળી પાડે છે કે નહિ, તે મિસિસ વીયર્સ કડકાઈથી જોઈ રહ્યાં, એ કહેવાની જરૂર નથી. '
૪૫