SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ કેળવણીની દુકાન “ભલા જુવાન, “હું દુનિયાને ઓળખું છું. તારા બાપુ નહોતા ઓળખતા,નહિ તો તેમણે મને પૈસાની મદદ કરી નહોત; કારણ કે, મારી પાસેથી કશું પાછું મળી શકે તેમ નહોતું. તું પણ દુનિયાને ઓળખતો નથી; નહિ તો આ મુસાફરીએ જવા કબૂલ ન થયો હોત. “જો કોઈ વાર તને લંડનમાં અચાનક આવવું પડે અને કંઈક રહેઠાણ કે છુપાવાની જગાની તાત્કાલિક જરૂર પડે, (ગુસ્સે ન થતો, મારે પણ કદી એવી જરૂર નહિ પડે, એમ જ હું માનતો હતો !) તો ગોલ્ડન સ્કૉર, સિલ્વર સ્કૂટ, ક્રાઉન વીશીવાળા મકાને ચાલ્યો આવજે. જેમ્સ સ્ટ્રીટ અને સિલ્વર સ્ટ્રીટને ખૂણે એ મકાન છે. તું રાતે પણ ગમે ત્યારે આવી શકે છે. ભૂલો સુધારીને વાંચજે. હવે તો હું આખો કોટ કેવી રીતે પહેરાય એ પણ ભૂલી ગયો છું. મારી જોડણી પણ એ બધી જૂની બાબતોની સાથે જ વિદાય થઈ છે.” “ન્યૂમૅન નોંઝ” આ કાગળ વાંચી નિકોલસની આંખો અજાણતાં જ ભીની થઈ આવી. થાકથી ઘસઘસાટ ઊંઘ આવી જતાં, બીજે દિવસે સવારે મિ0 વીયસે બૂમાબૂમ કરી ત્યારે જ નિકોલસ જાગ્યો. “જુઓને પપ થીજી ગયો છે, હવે તો કૂવાનો બરફ તોડીને છોકરાઓ માટે આપણે બાલટી ભરીને પાણી નહિ કાઢીએ, ત્યાં સુધી ‘ડ્રાઈ-કલીનિંગ’ જ કરી લેવું પડશે.” એટલામાં તો મિત્ર કુવીયર્સની ધણિયાણી હાંફળી હાંફળી અંદર આવી પહોંચી. તેણે બાટમાં આમ તેમ થોડાં ફાંફાં માર્યા પછી ત્રાડ નાંખી: “આ તે શું થવા બેઠું છે? નિશાળની કડછી કયાંય મળતી નથી.”
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy