________________
નિકોલસ નવું પાનું ખોલે છે
૧૫૩
“પણ બીજે ન મળે તેવું પોર્ટસ્મથમાં જ ખાસ મળે એવું તમને શું દેખાય છે?”
ર
ત્યાંથી ઘણાં જહાજો બહાર જાય છે, તેઓમાંના કોઈ ઉપર છેવટે કાંઈક કામ તો મળી જશે, એમ માની, જરૂર પડયે પરદેશ ચાલ્યા જવાનું મેં વિચાર્યું છે. ”
(C
“ પરંતુ જહાજવાળાઓ પણ જહાજ ઉપર કોઈ કસાયેલો માણસ જ રાખવા ઇચ્છે; ઉપરાંત, અત્યારે જોઈએ એટલા કસાયેલા ખલાસીઓ જ બેકાર મળતા હોય, ત્યાં એ લોકો નવાસવા માણસને લેવાનું શા માટે વિચારે ? ”
નિકોલસનું માં પડી ગયું; અને ચૂપચાપ તે અંગીઠી તરફ શૂન્ય નજરે જોઈ રહ્યો.
“પણ તમે તમારા જેવી ઉમ્મર અને દેખાવને અનુરૂપ બીજો કોઈ ધંધો નથી વિચારી શકતા?”
ખરા
ના,” નિકોલસે ડોકું ધુણાવીને કહ્યું.
66
તો હું તમને સૂચવું; તમે રંગભૂમિને ધંધા તરીકે સ્વીકારો
?”
66
66
‘રંગભૂમિ ?
""
66
‘હા, હા; અભિનેતાનો સુંદર ધંધો ! હું પોતે જ એ ‘લાઈન ’માં છું; મારી પત્ની પણ એ જ લાઈનમાં છે; અને મારાં બધાં છોકરાં પણ. અરે, મારો એક કૂતરો હતો, તે પણ જન્મ્યો અને મર્યો પણ એ જ ધંધામાં. મારું ટટ્ટુ છે તે પણ તૈમૂર-તાર્લરના ખેલમાં ઘોડાનો ભાગ ભજવે છે. તમે કબૂલ થાઓ તો હું તમને અને તમારા સાથીને આ ધંધામાં બરાબર ચમકાવી આપીશ. મારે હવે મારી કંપનીમાં નવું લોહી દાખલ કરવું છે.”