________________
નિકોલસ નિકલ્બી
મિ૦ ક્રમલ્સે તેના તરફ જોઈને કહ્યું, “મને માફ કરજો, પણ તમારા આ સાથીનું માં મને બહુ નોંધપાત્ર લાગે છે.”
૧૫૨
“બિચારો, જરા વધુ ભરાવદાર હોત તથા ઓછો રાંક દેખાત, તો જરૂર વધુ સારો શોભત, ” નિકોલસે હસીને જવાબ આપ્યો.
66
“અરે, મહેરબાન, તમે શું સમજ્યા? એ જેવો દૂબળો-પાતળો છે, તેવો જ મને તો વધુ સારો દેખાય છે. ભૂખે મરતા કંગલાનો પાર્ટ એને આપવો હોય, તો જરાય મેક-અપ કે સજાવટની જરૂર પણ ન પડે! અરે, રોમિયો અને જુલિયેટ નાટકમાં દવાવાળાના પાત્રમાં તેને રજૂ કર્યો હોય, તો ત્રણ ત્રણ વન્સમોર તો મળે જ.”
""
“ઓહો, તમે તો તમારી બંધેદારી દૃષ્ટિથી નિહાળો છો, એટલે,” નિકોલસ હસતાં હસતાં બોલ્યો.
“ એમ જોઉં તો એમાં નવાઈ પામવા જેવું પણ નથી; કારણ કે, આ ધંધામાં હું પડયો ત્યારથી કદી એ પાત્ર માટે જ ઘડેલો હોય એવો ચહેરો મેં જોયો નથી. અને હું અઢાર મહિનાનો હતો ત્યારથી જ જાડિયા છોકરાનો પાર્ટ ભજવવા લાગ્યો છું, એ તમને કહી દઉં, ” એટલું કહી એ ભલો માણસ ખડખડાટ હસી પડયો.
નિકોલસને વાત વાતમાં ખબર પડી કે, પટાબાજી ખેલનારા પેલા બે છોકરા પણ મિ∞ ક્રમલ્સના જ સુપુત્રો હતા. બાકીનું કુટુંબ અને અન્ય નટ-નટી એ સૌ તો પોર્ટસ્મથ મુકામે કયારનાં જઈ પહોંચ્યાં હતાં, અને પોતે પણ હવે ત્યાં જ જઈ રહ્યા છે.
વાત વાતમાં ભલા મિ૦ ક્રમલ્સે નિકોલસને પૂછ્યું કે, તમે પોર્ટસ્મથ તરફ શા હેતુથી જાઓ છો ? જરૂર હોય તો પોતે એ તરફનાં પોતાનાં ઓળખાણોનો લાભ આપી શકે તેમ છે.
“ હેતુ બીજો કશો નથી; જેનાથી મને અને મારા સાથીને પેટ પૂરતું ખાવાનું મળી રહે, એવા કોઈ કામકાજની શોધમાં જ હું પોર્ટસ્મથ જઈ રહ્યો છું,” નિકોલસે સીધો જવાબ આપ્યો.