________________
નિકોલસ નવું પાનું ખોલે છે
૧૫૧ લડાઈ પૂરી થઈ, એટલે મિત્ર ક્રમભે તે બંનેને શાબાશી આપી, તથા અમુક સુધારા સૂચવી, તે બંનેને ફરીથી કોશિશ કરવા ફરમાવ્યું, “જેથી ઓછામાં ઓછા બે ‘વન્સમોર’ તો મળે જ.”
પાછી એ બે જણાની પટાબાજી શરૂ થઈ. અએક કલાક એમ ચાલ્યા પછી, જ્યારે તેમની લડાઈનો “રેગ્યુલર” અંત આવ્યો, ત્યારે મિ0 કમલ્શ ખુશ થઈ તે બેને હાંફ ખાવા તથા કપડાં બદલવા ફરમાવ્યું અને પોતે નિકોલસ તરફ વળીને કહ્યું, “કેમ, મહેરબાન, તમને કેવું લાગ્યું?”
બહુ સરસ - બહુ સરસ.” નિકોલસે ઉપચારસર શિષ્ટાચારી જવાબ વાળ્યો.
તમને આવા બે છોકરા ભાગ્યે જ બીજી કંપનીમાં જોવા મળે, મહેરબાન,” ક્રમશે ફરમાવ્યું. - “ખરી વાત છે પણ એ બે જરા વધુ સરખા હોય તો રંગ રહે,” નિકોલસે ખચકાતાં ખચકાતાં કહ્યું.
અરે, મહેરબાન, એ તો રંગભૂમિનો કાયદો છે કે, લડાઈ જેમ વધુ અસમાન લોકો વચ્ચે દેખાડીએ, તેમ જ પ્રેક્ષકોની સહાનુભૂતિ ઝટ જાગ્રત થાય. નાનો હોય ને મોટા સામે જીતે, ત્યારે જ લોકો વધુ તાળીઓ પાડે! અમારો ખેલ કાલે જ પોર્ટસ્મથ મુકામે પડવાનો છે, અને તમે પોતે તે તરફ આવવાના હો, તો એ વાતની જાતે જ ખાતરી કરી શકશો.” | નિકોલસે જ્યારે જણાવ્યું કે, તે પોતે પોટેસ્મથ જ જઈ રહ્યો છે, ત્યારે તો એ ભલા મૅનેજર-માલિકે તેને પોતાનો ખેલ મફત જોવા આવવાનું જ આમંત્રણ આપ્યું.
જમતી વેળા અને બીજી બીજી વાતો દરમ્યાન પણ મિ૦ કમલ્સ નિકોલસની સાલસતા તથા બુદ્ધિમત્તાથી ખાસ પ્રભાવિત થયા. સ્માઈક તરફ તો તે ખાસ નજર નાખ્યા કરતા. તે બિચારો થાથી હવે ઊંઘે ભરાયો હતો.