________________
૨૮ નાટક કંપની
વીશીમાં જમતાં જમતાં નાટકકંપનીવાળા મિ0 ક્રમશેં જ્યારે પોર્ટસ્મથ જતા નિકોલસને પોતાની નાટક કંપનીમાં જોડાવાનો પ્રસ્તાવ આમ રજૂ કર્યો, ત્યારે નિકોલસ એકદમ તો ડઘાઈ ગયો અને આનાકાની કરવા લાગ્યો. તેણે કહ્યું,
પણ મને એ ‘લાઈન'નો કશો જ અનુભવ નથી. અલબત્ત, નિશાળમાં ભણતો હતો ત્યારે “ડ્રામા'માં ઊતરેલો ખરો.”
અરે, તમારી હિલચાલમાં સુંદર ‘કૉમેડી હું જોઈ શકું છું, તમારી આંખમાં યુવાન-સુલભ ‘ટ્રેજડી', અને તમારા હાસ્યમાં નર્યું ધીકતું ફારસ. તમે તો આ લાઈનમાં એટલા બધા સફળ નીવડી શકશો કે, જાણે જન્મ્યા ત્યારથી આ સિવાય બીજા કોઈ ધંધામાં ડોકિયું જ કર્યું ન હોય.” | નિકોલસને હવે વીશીનું બિલ ભર્યા પછી પોતાના ખીસામાં શું બાકી રહેશે એનો વિચાર આવ્યા વિના ન રહ્યો.
અરે, તમારા જેવો માણસ તો મને હજારો રીતે ઉપયોગી થઈ પડે. જેમ કે, તમારા ભણતરને કારણે તમે મને સરસ જાહેરખબરો અને જાહેરાતો લખી આપી શકો.”
હા, ખરેખર, એ વિભાગમાં હું તમને ખાસ ઉપયોગી થઈ શકે ખરો,” નિકોલસ બોલ્યો.
“અરે, તે ઉપરાંત, તમે અમને નવાં નવાં નાટકો પણ જોઈએ ત્યારે લખી આપી શકો, જેમાં અમારી કંપનીનાં બધાં નટ-નટીને જોઈનું કામ મળી રહે.”
૧૫૪