________________
૧૫૫
નાટક કંપની એ બાબતમાં મને ખાતરી નથી; પણ અવારનવાર મને માફક આવે એવું હું લખી આપી શકું ખરો.”
અરે, અમારે તાત્કાલિક જ નવો એક ખેલ રજૂ કરવો છે. તેમાં નવી સીન-સિનેરી પણ રજૂ કરવા મારો વિચાર છે. એ ખેલ તમે જ લખી આપજો. તેમાં ગમે તેમ કરીને એક નળ અને ધોબીનાં બે ટબનો સીન તો જરૂર લાવજો.”
નળ અને ધોબીનાં ટબનો?” “હા, હા, એ બંને વાનાં મેં બહુ સસ્તામાં હમણાં જ ખરીદ કર્યા છે, અને મારે તેમને તેના ઉપર રજૂ કરવાં છે. ભલભલી લંડનની કંપનીઓનો એ જ શિરસ્તો છે. તેઓ નવા નવા પોશાકો કે પડદા ખરીદે, અને પછી તેમને “ફિટ' થાય તેવો ખેલ રજૂ કરે.”
પણ મારા જેવો અણઘડ માણસ તમારી નોકરીમાં જોડાય, તો મને જીવનનિર્વાહ જેટલું મળી રહેશે ખરું?”
અરે, મોટા રાજવી જેવું જીવન જીવી શકો તેટલું ! તમારો પગાર, તમારો મિત્ર, તમારાં લખાણ – એ બધું મળીને તમને અઠવાડિયે ઓછામાં ઓછો એક પડ તો મળી રહેશે.”
“સાચું કહો છો?”
“અને અમને જો સારાં “હાઉસ' જાય, તો એ રકમથી બમણું પણ!” | નિકોલસને પોતાનાં મા-બહેનને પોતાના કાકાને આધારે છોડી પરદેશ જવાનું ગમતું તો નહોતું જ, એટલે તેણે તરત મિ. મિલ્સનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.
પોર્ટસ્મથ પહોંચી ક્રમશે થિયેટરમાં સૌને નિકોલસ અને તેના સાથીની, પોતાની કંપનીના નવા વરાયેલા આર્ટિસ્ટો તરીકે ઓળખાણ કરાવવા માંડી. નિકોલસે પોતાનું નામ, નૉઝે નવું પાડેલું હતું તે, ‘જોન્સન’ જ જણાવ્યું.