________________
૧૫૬
નિકોલસ નિકલ્ટી આ બધો ઓળખવિધિ ચાલતો હતો તેવામાં, અચાનક નાના દરમાંથી છલંગ મારીને સસલું નીકળી આવે તેમ, એક નાની છોકરી વિચિત્ર પોશાકમાં નીકળી આવી અને આમથી તેમ દેડકાનૃત્ય જેવા ઠેકડા ભરીને, નાચવા લાગી; એમ થોડી વાર નાચ્યા પછી અચાનક એક બાજુએ નજર નાખીને ચીસ પાડી, પાછા ખસવાનું નૃત્ય તેણે આરંળ્યું. તેના જ તાલમાં હવે એ બાજુએથી એક જંગલી વનવાસી નાચતો નાચતો આગળ આવવા લાગ્યો.
મિસિસ ક્રમશે પતિને તથા નવા આગંતુકોને જણાવ્યું કે, “કુમારિકા અને વનવાસી”ના નૃત્યનું પૂર્વાવર્તન-રિહર્સલ ચાલે છે.
પેલો જંગલી જેમ જેમ કુમારિકા તરફ આગળ વધવા લાગ્યો, તેમ તેમ પેલી કુમારિકા બીતી હોય – ત્રાસી હોય તેમ, તેની સમક્ષ જ નૃત્ય કરવા લાગી; અને પ્રમાણમાં એટલું થોડું નાસવા લાગી કે, પેલો જંગલી તેની પાસે જ આવી ગયો. પછી એ જંગલી અચાનક તેની પાસેથી દૂર ખસી ગયો, અને પોતાને એ સુંદરી કુમારિકા જોઈને પ્રેમ થઈ ગયો છે એમ બતાવવા એકલો એક બાજુ નૃત્ય કરવા લાગ્યો. તેનું નૃત્ય પૂરું થયું એટલે પેલી કુમારિકાએ હવે ભયમાંથી બચાવવા જાણે ઈશ્વરને પ્રાર્થના કરતી હોય એવું નૃત્ય એકલીએ આરંભ્ય અને પરમાત્માનું કરવું તે હવે તેના અંતરનો ભય એટલો બધો દૂર થઈ ગયો કે, તે નાચતી નાચતી થોડે દૂર ઊંઘી જ ગઈ! પેલો જંગલી હવે તેની પાસે આવ્યો અને તેને ઊંઘી ગઈ છે જોઈને એનો આનંદ દર્શાવતું નૃત્ય કરવા લાગ્યો. આમ તેનું નૃત્ય પૂરું થતાં, પેલી કુમારિકા હવે જાગી, અને જાગ્યાની સાબિતી તરીકે એકલી નૃત્ય કરવા લાગી. પેલા જંગલીએ હવે ફૂલ જેવું કશું તોડી તેની આગળ ધર્યું. પણ પેલીએ સામું ન જોયું, એટલે પેલા જંગલીએ ખેદ અને કરુણાનું નૃત્ય આરંભ્ય, અને આંખમાંથી આંસુના ધોધ પડતા હોય એમ અભિનય કરવા માંડયો. છેવટે પેલી કુમારિકાને તેની દયા આવી હોય તેવા અભિનયવાળું