________________
નાટક કંપની
૧૫૭
નૃત્ય તેણે આરંભ્ય. અને નાચતાં નાચતાં જ પેલી સુંદર ભેટ તેણે સ્વીકારી. બસ પેલો જંગલી રાજી રાજી થઈ ગયો અને બંનેએ હવે ભેગું આનંદ-નૃત્ય આરંભ્ય.
નૃત્ય પૂરું થયું એટલે મિત્ર ક્રમશે ‘શાબાશ’ ‘શાબાશ’ કરી ખૂબ તાળીઓ પાડી. એટલે આજુબાજુનાં બધાંએ જ ખૂબ તાળી
ઓ પાડી. પછી મિ0 કમલ્સ પેલી કુમારિકાને પકડીને નિકોલસ પાસે લાવ્યા અને તેનું ઓળખાણ કરાવતાં તેમણે કહ્યું, “આ મારી સુપુત્રી છે. જે સ્થળે અમે ખેલ નાખીએ છીએ, તે સ્થળની તે તરત માનીતી બની જાય છે, અને બધાં ઉપલા વર્ગનાં પ્રેક્ષકો તેનું ઓળખાણ કરવા પડાપડી કરે છે. તેનું નામ મિસ નિમેટા ક્રમલ્સ છે, જોકે “બાલ-પ્રતિભા' તરીકે જ એ વધારે મશહૂર છે.”
“બાલ-પ્રતિભા?” નિકોલસે પૂછયું, “તેની ઉંમર કેટલી છે, એ હું પૂછી શકું ખરો?”
“પૂછવું જ જોઈશે; કારણ કે, આજ સુધી કોઈ પણ માણસ તેની સાચી ઉંમર કદી કલ્પી શક્યો જ નથી. તેની ઉંમર દશ વર્ષની છે, મહેરબાન.”
“દશ જ વર્ષ?” “એક દિવસ પણ વધુ નહિ.” “ખરેખર, એ તો અદ્ભુત કહેવાય !”
અને ખરેખર એ અદ્ભુત વાત જ હતી. કારણ કે, પાંચ પાંચ વર્ષથી જ્યારે જ્યારે તેની ઉંમરની વાત મિ. કમલ્સ કરતા, ત્યારે દશ વર્ષની જ ઉંમર બતાવતા આવ્યા હતા. પરંતુ તેને રોજ મોડી રાત સુધી જગાડવામાં આવતી, અને તે માગે તેટલા જિન-અને-પાણી ઉપર જ ઉછેરવામાં આવતી હોવાથી, તેનું કદ વધતું જ ન હતું.
૩ - આમ વાત ચાલતી હતી, તેટલામાં પેલો જંગલી બનેલો ઍકટર પોતાનો પોશાક બદલી ત્યાં આવી પહોંચ્યો.