________________
કહ્યું.
ડોથબૉય્ઝ એકૅડેમીનો અંત
૩૬૭
66
‘શાનું કાવતરું? લંડનની પાર્લરમેન્ડ ઉડાડી દેવાનું ગાઈ ફૉક્સ
66
ના, ના; આ નિશાળ અંગેનું જ! જુઓ, હું માંડીને વાત
""
66
ના, ના, પણ ટિલ્ટીને આવવા દે ભાઈલા! નહીં તો એને એમ લાગશે કે, કંઈ છાની વાતો મેં તને કરી દીધી!” એમ કહી તે પાછો ખડખડાટ હસી પડયો.
એટલામાં નાસ્તો પૂરો થયો ત્યાં માટિલ્ડા નિરાંતે આવીને બેઠી, એટલે નિકોલસે બધી વાત માંડીને કહી. ભલો બ્રાઉડી વાત દરમ્યાન કેટલીક વાર ઘૂરકી બેસતો, તો કેટલીય વાર શાબાશી આપવા માટે નિકોલસનો બરડો થાબડતો. પછી જ્યારે મેડલીનની વાત આવી, અને શોકનો ગાળો પતી ગયા પછી તેની સાથેના લગ્નનું પતી રહે ત્યારે પોતાને ત્યાં લંડન આવવાનું બંનેને આમંત્રણ આપવા જ પોતે આવ્યો છે એ વાત નિકોલસે કરી, ત્યારે બ્રાઉડીનું માં આનંદથી પહોળું થઈ ગયું. પણ પછી તે ઝટપટ ઊઠીને ઊભો થયો અને બોલ્યો, “ભાઈલા! મને ઝટ માસ્તરની નિશાળે જવા દે; કારણ કે, ત્યાં જો આ બધી ખબર પહોંચી હશે, તો માસ્તરણીનું એક હાડકું છોકરાઓ સાજું નહિ રહેવા દે. ત્યાં તો હુલ્લડ થયું હશે, હુલ્લડ!”
અને તરત જ તે ભલો ગામડિયો ઘોડા ઉપર બેસી, ઝટપટ સ્ક્વેિયર્સની નિશાળે જઈ પહોંચ્યો.
અને તેની ધારણા સાચી જ નીવડી. છાપાં ઉપરથી ખબર પડતાં કેટલાંય માબાપોએ પોતાનાં છોકરાંને પાછાં બોલાવવા પેરવી કરવા માંડી હતી, એટલે છોકરાંને જાણ તો થઈ જ ગઈ હતી. અને ત્યાં ખરેખર હુલ્લડનું વાતાવરણ જ જામતું જતું હતું. ભોગજોગે તે દિવસે ગંધક-દિન હતો, અને છોકરાંએ એ પીણું પીવાનો ઇન્કાર કર્યો. મિસિસ સ્ક્વેિયર્સે એકબે છોકરાઓના માથામાં લાકડાનો