________________
* ૨૮
બાળક ટ્વિસ્ટ અને યુવક નિકોલસની કેવી દશા થઈ, તેનું તાદૃશ . ચિત્ર આપે છે.
ટ્વિસ્ટને મળતું આજન્મ-દુ:ખી બાળક આ કથામાં પણ છે: સ્માઈક. કેવું કરુણ, દુ:ખમય, વિષાદગ્રસ્ત પાત્ર! પણ કેવો અખૂટ પ્રેમ-અંશ તે ધરાવે છે! જીવલેણ વિષાદમાં પણ તારક પ્રેમ-સ્વભાવ કેવો જળહળે છે! સ્માઈક વિષેય એક ગંભીર અર્થપૂર્ણ ગુપ્તતા ઠેઠ સુધી ચાલે છે; જે છેવટે એક-ઝલકે છતી થાય છે! અને તેમ થાય છે ત્યારે, તેનો જ બાપ રાલ્ફ એક બાજુ પોતાના ભત્રીજા નિકોલસનો કટ્ટર શત્રુ છે એટલું જ નહિ, તેથીય ચડે છે! – બીજી બાજુ પોતાના જ ફરજનનો એ ક્રૂર કસાઈ છે, એમ પકડાતાં, રાફના પાત્રની રાક્ષસી દારુણતા સમજાય છે! તેથી જ તેના
પાપનો ઘડો ફૂટે છે ત્યારે તેના પ્રત્યે જરાય દયાની લાગણી પણ નથી થતી ! કર્યું તેવું ભર્યું! બીજું શું?
પરંતુ આ કથા ટ્વિસ્ટ જેટલી ઉંમરના – જન્મ ને બાળપણથી રખડી ગયેલા છોકરાની નથી; પિતા મરી જતાં, યુવાવસ્થામાં અસહાય બનેલા યુવક નિકોલસની વાત આ છે, જેમાં પોતાની માતા અને બહેનની ઇજજતભેર જવાબદારી અદા કરવા નીકળેલો યુવક દેખાય છે.
અને નિકોલસ જો આ કથાનો સૂર્ય છે, તો તેની બહેન કેટ, આ કથાકારની ચંદા પેઠે, મધુર શીતલતા વર્ષાવે છે. કુદરતી ખાનદાની અને સહજ સુશીલતા ભાઈ બહેનમાં જેવી છે, તેનો જ પડઘો તેમના ભાઈ સમા સ્માઈકમાં છે; – પણ ‘કાકા-પિતા’ રાફમાં વેપારશાહીએ જગવેલી નઠોર ધનલોભવૃત્તિની સાક્ષાત્ મૂર્તિ જોઈ લો! આવાઓ વડે જ યુરોપનો જલમખોર સામ્રાજ્યવાદ સરજાયો હશે ને?
| નિકોલસને ડિકન્સે પવિત્ર સાંપ્રદાયિક ખ્રિસ્તી તરીકે નથી ચીતર્યો: ૧૯મા સૈકામાં યુરોપના વિજ્ઞાનયુગે નિરૂપેલા માનવ આદર્શનો