________________
न मे भक्तः प्रणश्यति સત્યાગ્રહ' પત્રમાં હપતાવાર પ્રસિદ્ધ થયેલી આ સર્વ-સુભગ, અને સુરમ્ય એવી સનાતન માનવ-કથા પુસ્તક રૂપે પ્રગટ થાય છે, તે આવકારપાત્ર લેખું છું. એમાં ‘સપત્રની પણ અમુક કૃતાર્થતા સમજું છું કે, આવી એક ઉમદા ચીજને સાહિત્યમાં ઉતારી આપવામાં તે નિમિત્ત-કારણ બની શક્યું.
૧૯ત્મા સૈકાના યુરોપના મહાન કથાકારોમાં ટૉલ્સ્ટૉય, ભૂગો, ડૂમા, અને ડિકન્સ જેવાઓ અગ્રગણ્ય જાણીતા છે. તે દરેકને પોતપોતાની ખાસિયત છે. તેમાં ડિકન્સ એ રીતે પોતાની નિરાળી ભાત પાડે છે કે, અમર માનવતાની ઉપાસના અર્થે તે શાંત સૌમ્ય રસની આરાધના જે રીતે કરે છે, તે દિલને તેની મધુરતાથી બસ તરબોળ કરી દે છે!
આમ તો એ ચારે લેખકો, પોતપોતાની રીતે છતાં, એક સનાતન માનવતાના ભક્તો છે. પણ તેની આરાધનામાં તેઓ અનોખા છે; પ્રેમશૌર્યને અર્થે ધસમસતાં પાત્રો દ્વારા વ્યક્ત થતો ડૂમાનો માનવવીરતાનો અનુરાગ; હ્યુગોનો ક્રાંતિને અર્થે તલસતો છતાં ઉકળાટ કરાવતો કરુણાકંદ; સનાતન માનવ ઇતિહાસની ક્રાંતિ નિહાળતી ટૉલ્સ્ટોયની આર્ષદૃષ્ટિ અને પુણ્ય પ્રકોપ;- ઇ૦ એમની વિશેષતાઓ આગળ, માનવ જીવનનાં કળા અને કાવ્યમાંથી તેનો શાંતરસ પકડતી ને તેની આરાધના કરતી ડિકન્સની મધુર શક્તિ એને જુદી જ ભવ્યતા અપે છે.
આ કથા ડિકન્સની એ વિશેષતાનો કાંઈક પુરાવો આપે એવી છે. તે અને “ઓલિવર ટ્વિસ્ટ' બે મળીને, બ્રિટિશ વેપારશાહી સામ્રાજ્ય જે નવો ઇંગ્લિશ સમાજ પેદા કર્યો અને રચ્યો, તેમાં