________________
૩૦૪
નિકોલસ નિકલ્પી
નથી થતો, તથા હું જરાય દુ:ખ માનતી નથી, એની ખાતરી રાખો. ઊલટું, એ લગ્ન સ્વીકારીને મેં મારા પિતાને આ કંગાલિયતમાંથી છોડાવી સુખ અને આયુષ્ય માણતા કરી મૂકયા હશે, એ વાતનો મને હંમેશાં એક પ્રકારનો સંતોષ રહેશે.'
,,
આટલું બોલી તે ત્યાંથી ચાલી જતી હતી; પણ નિકોલસે વચ્ચે પડી, પોતાની જિંદગીનું તે કેવું સત્યાનાશ વાળી રહી છે, તેનો વિચાર કરવા, તેને ખૂબ આગ્રહ કર્યો, તથા હૃદયાફાટ શોકથી ઘવાઈને તે કરગર્યો, “હું શું કહું, જેથી તમે આ છેવટની ઘડીએ પણ થોભવા કબૂલ થાઓ ? હું શું કરું, જેથી તમે મારી વાત માનો?”
ck
“કશું નહિ, કશું નહિ! જુઓ મારા બાપુ મને બોલાવે છે, અને હું હવે કેમેય કરી અહીં વધુ થોભવાની નથી. અલબત્ત, એટલું સાંભળતા જાઓ કે, તમારી આ છેલ્લી મુલાકાત અને તેમાં તમે બતાવેલો ભાવ, હું જીવીશ ત્યાં સુધી કદી નહિ ભૂલી શકું.”
૬૦
નિકાલસ અને ગ્રાઈડ
આજે આર્થર ગ્રાઈડના કુંવારાપણાની છેલ્લી રાત હતી. પોતાને પહેરવાનો લીલો પોશાક ઝાડી-ઝૂડીને તેણે તૈયાર કરાવી દીધો હતો. પેગ ડોસીએ આવીને તેને આપવામાં આવેલા અઢાર પેન્સનો હિસાબ લખાવી દીધો. પછી ગ્રાઈડ એક ગંદા ચોપડાને હાથમાં લઈ, અંદરની નોંધો ઉપર વિચાર કરવા બેઠો.
મળી
“રાલ્ફ નિકલ્બીને તેના લેણા ઉપરાંત ઇનામના પાંચસો પાઉંડ કુલ એક હજાર ચારસો પંચોતેર પાઉંડ, ચાર શિલિંગ અને ત્રણ પેન્સ આપવાના છે: ખાસી મોટી રકમ કહેવાય. કાલે બપોરે બાર વાગ્યે તે રકમ રોકડી ચૂકવવી પડવાની. પણ બદલામાં પેલો સુંવાળો