________________
પર
એ વ્યાજખાર
નૉય્ઝને રાલ્ફની ઑફિસમાંથી ભોજન માટે જવાને બપોરના બે વાગ્યે થોડી છૂટી મળતી; પરંતુ સામાન્ય રીતે રોજ રાલ્ફ ‘હું આવું નહિ ત્યાં સુધી ન ચાલ્યો જતો,' એમ કહી બહાર નીકળી જતો, અને ત્રણ-ચાર વાગી જાય ત્યાં સુધી પાછો જ ફરતો નહિ. આજે પણ ત્રણ ઉપર પાંચ મિનિટ થઈ જતાં નૉગ્સ એવો અકળાયો કે, ગમે તે થાય, હું તો આજે જવાનો જ,' એમ કહી તે બહાર નીકળવા જતો હતો; તેવામાં બહારના બારણાના ઉલાળાની ચાવી ફરવાનો અવાજ આવતાં, તે ઝટપટ પાસેના એક ખાલી કબાટનાં બે બારણાં ઉઘાડી અંદર ભરાઈ ગયો. તેને આજે રાલ્ફની આજ્ઞાની ઉપરવટ પોતે ચાલ્યો ગયો હતો એવું બતાવી આપવું હતું. રાલ્ફ અંદર આવી બૂમ પાડી, “નૉગ્ઝ?”
કંઈ જવાબ ન આવ્યો.
66
‘સાલો કુત્તો, મેં ના કહ્યું હતું છતાં જમવા ચાલ્યો ગયો લાગે
છે,” આટલું બોલી રાલ્ફ પોતાની સાથે આવેલી વ્યક્તિને કહ્યું,
66
“હું-અં-અં, તમે અહીં ઑફિસમાં આવો, ગ્રાઈડ; મારા કમરામાં તો ગરમી લાગશે; અહીં જરા વધારે ઠંડું છે, અને મારો માણસ જમવા ચાલ્યો ગયો હોવાથી એકાંત પણ છે.”
""
“કંઈ વાધો નહીં, કંઈ વાંધો નહીં; મને તો બધી જગાઓ સરખી જ છે, ભાઈસાહેબ. વાહ, બહુ સારી જગા છે, બહુ સારી ઠંડક છે! વાહ!”
આ વાકય બોલનારો માણસ ઘરડો અને જરા ઠીંગુજી હતો. તેની ઉંમર સિત્તેર-પંચોતેર વર્ષની હશે. તે ખભેથી તથા કમરેથી વળી ગયેલો
૨૭૧