________________
૨૭૦
નિકોલસ નિકલ્બી ' . . | નિકોલસ હવે પેલા બાપનો પક્ષ લેવા ખાતર બોલી બેઠો, “ત્રણ ચાર અઠવાડિયાં એ તો બહુ મોડું કહેવાય, એમ હું પણ માનું છું, મૅડમ.”
પણ પેલો બાપ પાછો નિકોલસ ઉપર તાડૂકી ઊઠ્યો –
“તમે માનો છો, એમ? એટલે શું? હું જો મારા કેટલાક કમબખ્ત ઓળખીતાઓ પાસે હાથ ધરવા જાઉં, તો ત્રણ ચાર મહિના શું, ત્રણ ચાર વર્ષ પણ તમારાં જેવાનું માં અમે ન જોઈએ તોપણ ચાલે. પણ મારે એવા કોઈના આશ્રિત થવું નથી. એટલે તમે એક અઠવાડિયામાં જ પાછા આવજો, સમજ્યા?” | નિકોલસ હવે કશું ન બોલ્યો; કારણ કે તે સમજી ગયો હતો, કે, પેલો બાપ બીજા જે કંઈ બોલે તેથી ઊલટું બોલવામાં જ પોતાની મોટાઈ સમજતો હતો. એટલે તે કેવળ નમીને સલામ પાઠવી ઓરડામાંથી બહાર નીકળ્યો. તરત જ પાછળ આવતાં ધીમાં પગલાંનો અવાજ સાંભળી, તે થોભ્યો. પેલી યુવતી જલદી જલદી તેની પાછળ દોડી આવી હતી. તેણે તેને એટલું જ કહ્યું, “આજે અહીં જે કંઈ બન્યું, તેની કશી વાત, મહેરબાની કરી, તમે મારી માતાના શુભેચ્છકોને કહેશો નહિ. મારા પિતા બહુ બીમાર છે, અને આજ સવારથી તેમના મિજાજનું ઠેકાણું નથી. હું વિનંતી કરું છું; તમે એટલી મહેરબાની કરજો.”
અરે, તમે માત્ર તમારી મરજી છે, એટલી સૂચના જ કરો, તો એનું પાલન કરવામાં મારા જીવને પણ જોખમમાં નાખવો પડે તો હું ખચકાઉં નહીં.”
કોણ જાણે નિકોલસ શાથી આ બધું બોલી બેઠો, તે તેને જ સમજાયું નહિ. પેલી યુવતી તેના તરફ નવાઈ પામી જોઈ રહી.