________________
મેડલીનને ઘેર
૨૬૯
k
નિકોલસને તરત જ વિચાર આવ્યો કે, “આ છોકરીને ઘર ચલાવવા શું જોઈશે, એ તો એને યાદ ભાગ્યે જ આવતું હશે!” પેલા બાપે તરત જ પાછું નિકોલસને પૂછ્યું, “તમે હવે શાને માટે ઊભા રહ્યા છો? પૈસાની રસીદ જોઈએ છે, શું?”
66
.
‘ના, ના, એની તો કંઈ વાત નથી, ” નિકોલસે જવાબ આપ્યો. “રસીદની કંઈ વાત નથી? એટલે તમે શું કહેવા માગો છો? આ નાનકડી રકમ તમે ધર્માદા કે બક્ષિસ આપી છે, એમ માનો છો કે શું? તમે એક સગૃહસ્થ સાથે વાત કરી રહ્યા છો, તે જાણો છો? એક વખત મારો એવો હતો કે, તમારા જેવા પચાસ જણને, તમારી બધી મિલકત સાથે હું ચપટી વગાડતામાં ખરીદી લઉં. મારી છોકરી સાથે વેપારી રીતે જ વાત કરવી; એ કંઈ કોઈની આશ્ચિત નથી કે નિરાધાર નથી. જુઓ તો ખરા! આવા નાના તુચ્છ બકાલો પણ હવે જાણે દયા કરતા હોય તેમ કહે છે, ‘રસીદની વાત નથી ! ' મેડલીન, આને તરત તેના પૈસા મળ્યાની રસીદ આપી દે!”
પેલીએ લખી આપેલી રસીદ લઈને નિકોલસે તેને પૂછ્યું, “ફરી પાછો કયારે આવું?”
પણ બાપે જ જવાબ આપી દીધો, “ જ્યારે તમને આવવાનું કહેવામાં આવે, ત્યારે જ; તે પહેલાં હરિગજ નિહ. મેડલીન, આ માણસ કયારે પાછો આવે?”
66
“હવે જલદી આવવાની જરૂર નથી; ત્રણ ચાર અઠવાડિયાં બાદ આવે તોપણ ચાલશે; ત્યાં સુધી પૈસાની જરૂર નહિ રહે, ” બિચારી મેડલીન, નિકોલસના થયેલા અપમાનથી ગળગળી થઈ ફાવે તેમ બોલી બેઠી.
ત્રણ-ચાર અઠવાડિયાં સુધી આપણને ચાલશે? એટલે શું? ત્રણ-ચાર અઠવાડિયાં આટલા પૈસા ચાલશે? ત્રણ ચાર અઠવાડિયાં સુધી કશું કામ કર્યા વિના હાથ પકડી બેસી જ રહેવું છે, શું?”
66