________________
૨૭૨
નિકોલસ નિકલ્બી
તથા તદ્દન ચીમળાઈ ગયેલો દેખાતો હતો. તેનો આખો દેખાવ શિકાર ઉપર ટાંપી રહેલી બિલાડીના જેવો હતો. પણ તેના માં ઉપર હંમેશા રહેતું મીઠું હાસ્ય અને બોલવામાં ઝરતું મધ જોઈ તમને એમ કહેવાનું મન થાય કે, ફૂંકીને તમને ઊંઘમાં કયારે ફોલી ખાધા, તેની તમને જરાય ખબર પડવા ન દે એવો ઉંદર તે હતો. ધંધે તે રાલ્ફના સહધર્મી હતો, અર્થાત્ વ્યાજખોર શાહુકાર.
“બોલો, ગ્રાઈડ, આજકાલ ધંધાનાં હવાપાણી કેવાં છે?”
“વાહ, મિ∞ નિકલ્બી, ધંધો તો તમે જ ચલાવો છો; ખરેખર ભાઈસાહેબ! અમારા જેવાના તો ક્લાસ નહીં! અને તમારા જેવી અક્કલ તો ‘ન ભૂતો ન ભવિષ્યતિ,' ભાઈસાહેબ. આ ધંધામાં આવી અક્કલ કોઈએ હજુ સુધી લડાવી નથી; વાહ ! શી અક્કલ !”
“અરે ભાઈ, મારી અક્કલનાં વખાણ મારે સાંભળવાં નથી; ખાસ કરીને તમારા જેવાને માંએ. જ્યારે હું ખાડામાં પડતો હોઉં ત્યારે જ તમારા જેવા મારી અક્કલનાં વધુ વખાણ કરે, એ હું બરાબર જાણું છું. આજકાલ ધંધાપાણી કેવાં છે, એનો જ જવાબ આપો ને!”
“લો ભાઈસાહેબ, થોડી વાર પણ ધંધા વગરની વાત નહીં! આપણે જૂના દોસ્તો ભેગા મળીએ ત્યારે બે ઘડી બીજી વાતો કરીએ, એટલું પણ ભાઈસાહેબને કબૂલ નહિ! કેવા અડીખમ માણસ છે? આખી દુનિયાને સામે ઊભી રાખો, પણ એમના જેવું બીજું કોઈ ન મળે ! ખરે જ, એમના જેવા માણસનો સમય તો મૂલ્યવાન જ ગણાય; નર્યું મૂલ્ય, બીજું શું?”
“અરે ભાઈ, ધંધાની નહિ તો બીજી કંઈ વાત કરોને! મારાં વખાણ કર્યો શું નીપજવાનું છે?”
66
જુઓ, નીપલવાની જ વાત! નરી નીપજ! એ સિવાય બીજી વાત જ નહિ. વાહ, ભાઈસાહેબ! પણ મારે તમારો સમય નકામો ન બગાડવો જોઈએ, ખરી વાત. તો હું એ કહેવા માગતો