________________
ન
* નિકોલસ નિકલ્ટી “બરાબર બે પેનીનું,” વેઇટરે જવાબ આપ્યો.
“ઓહો, લંડનમાં દૂધ કેટલો બધો કીમતી પદાર્થ છે, વારુ? તો ભાઈ, આ જગને ટોચ સુધી ગરમ પાણીથી ભરી લાવ જોઉં.”
ટોચ સુધી, સાહેબ? તો તો દૂધ બિચારું ડૂબી જશે.” વેઇટરે કહ્યું.
“કંઈ વાંધો નહિ; આટલું મધું હોવાને વાંકે તેને એ સજા જ ઘટે. અને ત્રણ જણ માટે મોટી રોટી અને માખણનો ઑર્ડર તને આપ્યો છે, તેનું શું થયું?”
એ તો સાહેબ, હું તમને પૂછવા જ આવવાનો હતો કે, અહીં પાંચ જણ છે, એટલે તમે પાંચ જણ માટે ઑર્ડર આપ્યો હતો કે ત્રણ જણ માટે? કંઈ મારી ભૂલ તો નથી થતી ને?”
અરે, ત્રણ જણ માટે- ત્રણ જણ માટે, વેઈટર.” આટલું કહી પછી મિ૦ વીયર્સે છોકરાઓ પ્રત્યે જોઈને પોતાનો નાસ્તો કરવાનું શરૂ કર્યું અને સાથે સાથે શિક્ષણનો પ્રારંભ પણ કરી દીધો, “છોકરાઓ, ભૂખ અને તરસ-એ બે બાબતો એવી છે કે, ગમે તેવા ભડ માણસને પણ પામર બનાવી દે છે. પણ સાચી માણસાઈ એમનાથી ન દબાવામાં છે, માટે ભૂખને જરા પણ વશ ન થવું, સમજ્યા?” એમ કહી, તેઓશ્રીએ નાસ્તાનો મોટો કોળિયો મોંમાં મૂક્યો. એટલામાં નિકોલસને આવેલો જોઈને તે બોલ્યા, “બેસો, બેસો, મિત્ર નિકબી; જુઓને અમે નાસ્તો કરવા બેઠા છીએ.”
| નિકોલસે જોયું તો મિ૦ સ્કવીયર્સ સિવાય બીજું કોઈ ત્યાં નાસ્તો કરતું નહોતું, એટલે તેણે માની લીધું કે, યૉર્કશાયર તરફ આચાર્યો પોતાને માટે “હું'ને બદલે “અમે સર્વનામ વાપરતા હશે.
વેઇટર તરત ગરમ પાણી ઉમેરીને દૂધનો જગ આપી ગયો. જગને પૂરેપૂરો ભરેલો જોઈને મિ0 સ્કેવીયર્સે વેઇટરને મોટી રોટી અને માખણ નિરાંતે આપી જવા જણાવ્યું, કારણ કે હજુ કોચ ઊપડવાને ઘણી વાર છે.'