________________
નિકોલસ નોકરીઓ જાય છે
૩૧
પછી જગ સામું જોઈ, હોઠ ચાટતા ચાટતા મિ∞ સ્ક્વીયર્સ બોલ્યા, “આહા, દૂધ એ કેવો કીમતી પદાર્થ છે! નર્યું પોષણ, નર્યું . સત્ત્વ! છોકરાઓ, શેરીમાં રખડતાં કેટલાંય ભિખારીઓ અને અનાથ બાળકો આટલો પદાર્થ નોને પણ રાજી રાજી થઈ જાય. તમને તો હું એ ખરેખર પીવા જ આપવાનો છું. જુઓ, હું એક બોલું એટલે બારીએ બેઠેલા નંબર એકે એ જગ મોંએ માંડવાનો, અને બે બોલું એટલે તેણે તરત એ જગ મેાંએથી વછોડીને નંબર બેને આપી દેવાનો. હું ‘બે ’ બોલું પછી પહેલા નંબરે એક સેકંડ પણ એ જગ પોતાને મોંએ વળગેલો રહેવા નહીં દેવાનો; જે રાખશે, તેને પછી આજ આખો દિવસ બીજું ખાવાનું નહિ આપવામાં આવે. મને શિસ્ત બહુ ગમે છે; શિસ્ત જેવી બીજી કોઈ કેળવણી નથી, બીજી કોઈ તાલીમ નથી. અરે, માણસના જીવનનું પરમ સત્ય જ શિસ્ત છે. મારા વિદ્યાર્થીઓને ખાવાનું ન મળે, એ હું જોઈ શકું, પણ શિસ્ત ? શિસ્ત એ તો માનવજાતનું પરમ આભૂષણ છે, આભૂષણ, તેના જેટલી અગત્ય હું બીજા કશાને આપતો નથી.
""
આટલું કહી, તેમણે એક હાથમાં સોટી પકડી રાખીને, એક-બે-ત્રણ ચાર-પાંચ બોલીને પાંચે જણને એ દૂધ-પાણી પિવરાવી દીધું.
પછી પોતાના નાસ્તા ઉપર જોરથી તૂટી પડીને તેમણે કહ્યું, “છોકરાઓ, ભૂખને જીતતાં શીખો, એટલે તમે માનવ પ્રકૃતિ ઉપર જીત મેળવી એમ જાણો. જુઓ મિ૦ નિકલ્બી, અમે અમારે ત્યાં છોકરાઓમાં મનોબળ આ રીતે પેદા કરીએ છીએ.” એટલું કહી તેમણે મોઢામાં મોટો કોળિયો ઠાંસી દીધો.
પછી જ્યારે ત્રણ જણ માટેની જાડી રોટી અને માખણ આવ્યાં, ત્યારે તેમણે તેના પાંચ સરખા ભાગ કરી, પાંચેને વહેંચી દીધા અને ‘ઉતાવળ ’ કરવા જણાવ્યું. “કારણ કે, કોચ ઊપડવાનો વખત થઈ ગયો છે.”