________________
નિકોલસ નિકલ્પી
નાસ્તો ‘નિરાંતે ’લાવવાનું ફરમાવનાર આચાર્ય હવે નાસ્તો જમવામાં ‘ઉતાવળ ’ કરવાનું શાથી કહે છે, તે એ છોકરાઓ સમજી શકયા નહિ. પણ થોડી વારમાં જ કોચમાં બેસવા જવા તૈયાર થવાનું રણશિંગું ફૂંકાયું અને મિ∞ ીયર્સે એ છોકરાઓના હાથમાંથી બધું ઝટપટ ઝૂંટવી એક છાબડીમાં મુકાવી દીધું, અને ‘બપોરે’ કામ આવશે એમ કહી સાથે લેવરાવ્યું.
૩ર
નિકોલસ છોકરાઓને અને સામાનને કોચની પાછળની ખુલ્લી બાજુએ અનામત રખાયેલી ‘ખાસ’ જગામાં ચડાવવાની ધમાલમાં પડયો હતો; એટલામાં તેના કાકા રાલ્ફ નિકલ્બી ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા, “લે, આ તારી મા અને તારી બહેન પણ મૂકવા આવી પહોંચ્યાં ને કંઈ! પાસે પૈસા ઘણા, અને તે પૈસાનું શું કરવું તેની ખબર નહિ, એટલે ઘોડાગાડી ભાડે કરીને આવી પહોંચ્યાં છે, વળી ! મે તો શહેરમાં ત્રીસ વર્ષમાં મારે પૈસે એકેય વાર ઘોડાગાડી ભાડે નથી કરી; અને મરીશ ત્યાં લગી કદી ભાડે કરીશ પણ નહિ, ભલેને હું ગમે તેટલું લાંબું જીવું!”
"C
‘પણ જુઓને, ભાઈ, વહેલી સવારે નાસ્તો કર્યા વિના છોકરો નીકળી ગયો છે, એ જાણી મારું હૃદય શી રીતે ઝાલ્યું રહે?” મિસિસ નિકલ્બીએ ગળગળાં થઈ રાલ્ફને કહ્યું.
66
‘વાહ, હું આ લાંડન શહેરમાં પહેલવહેલો આવ્યો, ત્યારે કામે જતી વખતે ચાલતાં ચાલતાં રોટીના એક બે ટુકડા ખાતો ખાતો જતો, અને રસ્તાના નળે પાણી પી લેતો. પણ તમારા દીકરાને તો મા છે, એટલે ‘નારતો' કર્યા વિના તેનું પરોઢ કેમ થાય? વાહ, ભાઈ!”
66
એટલામાં ીય નિકોલસને કહ્યું “તમે જલદી ઉપર ચડી જાઓ; એ પાંચમાંનું કોઈ ને કોઈ જો નીચે ગબડી પડયું, તો મારા તો વરસના વીસ પૌંડ ગયા!”