________________
૨૯
જ છે.
* *
| નિકોલસ નોકરીએ જાય છે નિકોલસ તે ભલી બાઈનો ભાવભર્યો ચહેરો જોઈ બોલી ઊઠયો -
“મારી ગેરહાજરીમાં, મારી બહેનને તમારી મદદની કંઈ જરૂરી પડે, તો જરૂર કરજો; કરશો ને, મિસ લા કીવી?”
એ શું બોલ્યા, મિત્ર નિકલ્બી? જરૂર! ખાતરી રાખજો, એમને જોઈતી બધી મદદ હું કરીશ; એમને જરા પણ મદદરૂપ થવાનું મને મળે, તો મને ખૂબ જ આનંદ થાય. તમને પણ, મિ0 નિકલ્બી, હું સફળતા ઇચ્છું છું,” ભલી બિચારી મિસ લા ક્રીવી કંઈક ગદ્ગદ્ થઈ જઈને બોલી. | નિકોલસને દુનિયાદારીનો કોઈ અનુભવ કે માહિતી ન હતાં;
છતાં તેને કોણ જાણે એવું સફુરી આવ્યું કે, તેણે તરત પાસે જઈ, મિસ લા કીવીને તેમની ભલી લાગણી બદલ ત્રણ ચાર ચુંબન કરી દીધાં. મિસ લા કીવીએ એ નિર્દોષ ભલા જુવાનિયાનો કશો જ તિરસ્કાર ન કર્યો, પણ એટલું તો જણાવી દીધું કે, આવું તો તેણે કદી જોયું નહોતું કે સાંભળ્યું નહોતું!
બહાર એક મજૂર મળી ગયો તેને માથે ટૂંક ચડાવી, ઉતાવળે પગલે નિકોલસ સ્નો-હીલ તરફ ‘સેસન્સ હેડ’ હૉટેલે આવી પહોંચ્યો. કોચ-ઑફિસે ટૂંક મુકાવી, તે મિ0 સ્કવીયર્સની શોધમાં કૉફી-રૂમ તરફ ચાલ્યો.
તે સગૃહસ્થ નાસ્તો કરવા બેઠા હતા. પેલા ત્રણ છોકરા અને ભાગ્યવશાત્ ગઈ કાલે વધુ મળી આવેલા બીજ બે મળી કુલ પાંચ છોકરા એક પંક્તિમાં સામેની બેઠકમાં ગોઠવાઈ ગયા હતા. મિ0 સ્કૃવીયર્સ વેઇટર સાથે છોકરાઓના નાસ્તાની જોગવાઈ કરતા હતા. ,
“આ બે પેનીનું દૂધ છે, વેઇટર?” મિ૦ વીયર્સે એક મોટો ભૂરો જગ નમાવીને અંદરના પ્રવાહીની સપાટી કેટલું છે તે જોતાં જોતાં કહ્યું.