________________
મૅડમ ઑલિનીનું દેવાળું
૧૪૩ એટલામાં મિ0 મૅન્ટેલિની અંદર આવ્યા. આ જાતના સરકારી માણસોના વર્ગ સાથે તેમને પહેલાં પણ પરિચય થયેલો હશે, એટલે તે બધું સમજી ગયા, અને ખુરશીની પીઠ સામે માં કરી બંને પગ તેની બંને બાજુએ ભિડાવીને તે બેફિકરાઈથી બેઠા અને જાણે કશું ખાસ ન બન્યું હોય એવો દેખાવ કરવા લાગ્યા.
“કુલ કેટલી રકમની જપ્તી છે?” તેમણે પૂછયું. “પંદરસોઅઠ્ઠાવીશ પઉંડ, ણે પાડાણવ પેણી.”
“અર્થો પેની જહન્નમમાં જાય.” મિ૦ મેન્ટેલિની અધીરા થઈને બોલી ઊઠ્યા.
“જરૂર, જરૂર, અણે ણવ પેણી જાય તોય વાંધો ણઠ્ઠી.” હવે બીજો માણસ બોલ્યો - “બોલો ભાઈ, શું કરવાનું છે? નાણાંની કંઈ જોગવાઈ થાય તેવી છે, કે તળિયું આવી ગયું છે? જો એમ જ હોય તો તમારાં સુંદરી મહોરદારને અને તમારા રૂપાળા કુટુંબને કહી દો કે, ત્રણ રાત સુધી તમે કોઈ આ ઘરમાં રહી નહિ શકો; કારણ કે બધું કબજે લઈ, વેચી-સાટી લેણું વસૂલ થાય તે પછી બાકી રહે તે તમારું, એવો હુકમ છે. આ મહિલાજી આમ ચીંથરાં ફાડે તેથી કશું વળવાનું નથી, સમજ્યા?”
મેડમ જરા ભાનમાં આવ્યાં એટલે મૅન્ટેલિનીએ પડેલે મોંએ તેને કહ્યું, “મારા સુખના પ્યાલાને ગળ્યો બનાવનાર મીઠાશ, તું બેએક મિનિટ મારી વાત શાંતિથી સાંભળશે?”
બસ મારી સાથે બોલશો નહિ; તમે મને પાયમાલ કરી નાંખી; હવે શું છે?”
મિ. મેન્ટેલિની આટલું સાંભળતાં જ કંઈક મક્કમ નિશ્ચય ઉપર આવી ગયા હોય તેમ મક્કમ પગલે ઓરડો છોડી ચાલ્યા ગયા. અને ઉપર જઈ પોતાના ઓરડાનું બારણું પણ તેમણે પૂરતા જોસથી બંધ કર્યું.