________________
૧૪૪
નિકોલસ નિકબી એ અવાજ સાંભળતાં જ મૅડમ બોલી ઊઠી, “મિસ નિકલ્બી, ભગવાનને ખાતર દોડો; એ જરૂર આત્મહત્યા કરશે. મેં તેમને બહુ કડવા શબ્દો કહી નાંખ્યા. મારી પાસેથી એવા શબ્દોની એ પ્રેમાળ હૃદય આશા જ ન રાખે. આક્રૂડ, મારા વહાલા આલ્ફ ડ!”
એટલું કહી તે અને તેની પાછળ કેટ દોડતાં ઉપર ગયાં. મિ. મેન્ટેલિનીએ બારણું અંદરથી સાંકળ ભિડાવીને બંધ કર્યું જ નહોતું. તેઓશ્રી, ગળાના કૉલરને ખુલ્લો કરી નાંખી, નાસ્તાની છરી હાથમાં લઈ, અસ્ત્રાના પટ્ટા ઉપર તીખી ધાર કાઢવા જોરથી લટપટ ઘસી રહ્યા હતા.
મૅડમને જોઈ તે હતાશ થઈ બોલી ઊઠયા, “ફરી પાછી રુકાવટ?” આટલું કહી તેમણે તરત પેલી છરી ખીસામાં મૂકી દીધી. અને આંખો ચકળવકળ ફેરવતા તથા મૂછોના વાળ અસ્તવ્યસ્ત કરતા તે હવામાં બાચકા ભરવા લાગ્યા.
મેડમ તેમને ગળે વળગી પડીને બોલી –“આફ્રેડ, મારા કહેવાનો અર્થ એવો નહોતો; હું તમને એવું કહેવા માગતી ન હતી; મને માફ કરો.”
પાયમાલ? મેં શું આ જગતના પવિત્રમાં પવિત્ર અને સુંદરમાં સુંદર આત્માને પાયમાલ કરી નાંખ્યો! આ તો ભારે આક્ષેપ છે. મને છોડી દો, મારે મરી જવું જ છે.” એમ કહી તેમણે ખીસામાંની છરીના હાથા તરફ પંજો નાંખ્યો. મેડમ તેમનો હાથ પકડી રાખવા પ્રયત્ન કરવા લાગી.
છેવટે મિ. મેન્ટેલિનીએ પોતાના હાથમાંથી છરીને નીકળી જવા દીધી. પણ તેમણે ભીંતથી છ ફૂટ દૂર રહ્યાં રહ્યાં માથું ભીંત સાથે અફાળવાનો જોરથી પ્રયત્ન કરવા માંડ્યો. મેડમ મેન્ટેલિનીનું હૃદય એ જોઈ ભાગી જવા લાગ્યું.
બે કે ત્રણ કલાક બાદ બધી બાઈઓને ખબર આપી દેવામાં આવી કે, તેમને ફરીથી ખબર ન આપવામાં આવે ત્યાં સુધીને માટે