________________
૧૪૫
કેટની નવી નોકરી
૧૪૫ છૂટી કરવામાં આવે છે. અને બે દિવસ બાદ દેવાળિયાઓની યાદીમાં મેન્ટેલિનીનું નામ પણ જાહેર થયું. મિસ નિકલ્બીને ટપાલમાં વિશેષ ખબર પહોંચાડવામાં આવ્યા કે, એ દુકાન હવે મિસ નેગના માલિકીપણાથી ચાલુ થઈ છે, અને તેની સેવાની જરા પણ જરૂર નથી.
,
,.mતવી
કેટની નવી નોકરી સવારના છાપામાં મિસિસ નિકલ્વીએ ‘જોઈએ છે” કૉલમમાં વાંચ્યું કે, એક પરિણીત યુવાન બાનુને, સહચરી તરીકે, એક જુવાન બાઈ જોઈએ છે, અને તે માટેની ઉમેદવાર બાઈએ અમુક લાયબ્રેરીમાં જઈને પોતાની અરજી આપી આવવી.
મિસિસ નિકબીએ એ જાહેરખબર કેટને બતાવીને પછી એકદમ એ નોકરીની ભવિષ્યની શક્યતાઓનું તાજગીભર્યું વર્ણન કરી બતાવવા માંડયું: “એ જુવાન સુંદર બાનુ નાજુક શરીરની હોય, અને રોગ થવાથી કદાચ મરી પણ જાય ! તે વખતે પત્નીની સહચરી તરીકે તેના યુવાન પતિના પરિચયમાં આવ્યાં હોઈએ, તો પછી તેની પત્નીની ખાલી થયેલી જગ્યાએ પણ બેસી જવાય, ઇન્ટ!”
રાફ નિકલ્વીએ પણ આ નોકરીની બાબતમાં બીજું કશું વાંધાજનક ન બતાવ્યું. મેડમ મેન્ટેલિનીના દેવાળા બાબત પણ તેણે કશી નવાઈ ન બતાવી; કારણ કે, એ દેવાળું કઢાવવામાં મુખ્યત્વે એ પોતે જ કારણભૂત બનેલો હતો.
જાહેરખબર આપનાર બાનુનું નામ મિસિસ વિટિટ્ટલ હતું. અને ‘કંડોમન પ્લેસ’ નામના સ્થળે તેનો વસવાટ હતો. મા-દીકરી બંને પૂરું સરનામું મેળવીને, તે જગાએ ચાલ્યાં.
કંડોમન પ્લેસ એ જગા બે છેલ્લા છેડાઓની વચ્ચેના સ્થાનરૂપ લત્તો હતો. એક બાજુ છેક જ ઉમરાવ વર્ગનો બેલગ્રેવ સ્કૉર લત્તો નિ.-૧૦