________________
૧૯૮
નિકોલસ નિકલ્ટી તમે ઘરડા થયા છો અને તમારી બધી શરમ અને બધાં અપકૃત્ય સાથે એકલા જ તમારી કબરમાં દટાજો. અમારે તમારી સાથે કશી નિસબત હવે રહેતી નથી.”
રાલ્ફ બે વખત એ ચિઠ્ઠી વાંચી, અને મોટું ઘુરકિયું કરી, વિચાર કરતાં કરતાં તે ખુરશીમાં બેસી પડ્યો.
પણ એટલામાં બારણું થપથપાવી મિ૦ મૅન્ટેલિની ઑફિસમાં દાખલ થયા. તે પંચોતેર પાઉંડનાં બે બિલ ઉપાડી લાવ્યા હતા. બિલોની મુદત બે મહિના બાદ પાકતી હતી. રાફે પચીસ પાઉડ કાપી લઈ, તે બિલોના પચાસ પાઉંડ તેમને રોકડા ચૂકવી આપ્યા.
પણ એટલામાં મૅડમ ઑન્ટેલિની પાછળ પાછળ દોડતી આવી, અને પોતાનાં બિલો આમ સસ્તામાં વેચી નાંખી પોતાને પાયમાલ કરવા બદલ રોકકળ કરતી મિ૦ મૅન્ટેલિનીને ઠપકો આપવા લાગી. મિસ ગેંગને દુકાન વેચી નાખ્યા પછી તેના ધંધામાં ભાગ રાખવા મૅડમને ઘણી મોટી રકમ ચૂકવવી પડતી હતી; પણ દરમ્યાન મિ0 મૅન્ટેલિની, પોતાની જૂની ઉડાઉ ટેવો ચાલુ રાખી, તેની મુશ્કેલીમાં ખૂબ વધારો કર્યા કરતા હતા.
મૅડમ ઍન્ટેલિનીએ રાલ્ફ સમક્ષ, મિ૦ મૅન્ટેલિનીને હવેથી વરસે દહાડે એકસો વીસ પાઉંડ કપડાં તેમ જ ખીસાખર્ચના બાંધી આપવાનો પોતાનો નિરધાર જાહેર કર્યો. તેની સાથે જ મિ૦ મૅન્ટેલિનીએ દુ:ખ, ત્રાસ, વેદના, હીણપત, લાંછન, અન્યાય, અત્યાચાર વગેરે શબ્દો વાપરીને કલ્પાંત આદરી દીધું. આ જગતરૂપી ઉપવનનું મનોહર મધુર પુષ્પ ગણી પોતે જે મૅડમમાં લોભાયા-લલચાયા-બંધાયા, તે મધુરતાનો અર્ક હવે આવો કડવો-ઝેરી થઈ બેસે છે, તે જોઈ તેમની છાતી બેસી જવા લાગી. કેવી કેવી ઉમરાવજાદીઓ પોતાની મબલક મિલકત સાથે પોતાની જાતને તેમના ઉપર ન્યોછાવર કરવા તૈયાર હતી, તેનું વર્ણન પણ તેમણે છેવટે આદર્યું. મૅડમ ઍન્ટેલિની