SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ નવા સવાલો ૧૯૯ એ બ્રહ્માસ્ત્ર આગળ ટકી ન શકી. છેવટે તેણે પોતાના ઠપકાના અવાજની માત્રા ઉતારવા માંડી, અને અંતે પાછી પ્રેમની પરિભાષામાં તે બધું પીગળીને શૂન્યાકાર થઈ ગયું. એ સુખી અંત આવતાં જ, મિ0 મૅન્ટેલિનીએ હવે રાફને, મિત્ર પાઈક આવીને જે સમાચાર આપી ગયા હતા, તે બક્ષિસરૂપે આપી દીધા: ‘તમારો ભત્રીજો નિકોલસ એક કૉફી-હાઉસમાં સર મલબેરીને ભેગો થઈ ગયો; ત્યાં તેમની સાથે ઝઘડી પડી, ઘોડાગાડીમાં પણ તેમની પાછળ લટક્યો, છેવટે સર મલબેરીનું સુંદર મુખ તલવાર જેવા લાકડાના ફાચરાથી ચીરી-ફોડી, તેણે ઘોડાને ભડકાવી દીધો; ઘોડો ગાંડો થઈ વીજળી વેગે નાઠો, અને ઘોડાગાડીના કુરચે કુરચા – ચૂરે ચૂરા ઊડી ગયા, અને સાથે સર મલબેરીના પણ !' ઇ0, ઇ. રાફને નિકોલસની આ કારવાઈ સાંભળી એટલો ગુસ્સો ચડ્યો કે, યૉર્કશાયરથી તાજેતરમાં, (આ વખતે પોતાના જાડા સુપુત્રને નમૂના તરીકે બીજાં માબાપને બતાવવા સાથે લઈને) નવા છોકરાઓની ભરતી કરવા લંડન આવેલા મિ0 સ્કૃિવયર્સ તેને મળવા આવ્યા, ત્યારે પણ તેનો મિજાજ ઠેકાણે આવ્યો ન હતો. પણ એ માસ્તર સાથેની વાતચીત દરમ્યાન, નિકોલસની સાથે ભાગી છૂટેલા સ્માઈક મારફત નિકોલસ ઉપર વેર લઈ શકાય તેવી શક્યતા દેખાતાં, તેનું મગજ એક નવી યોજના ઉપર વિચાર કરવા ઝડપભેર લાગી ગયું. વેરભાવથી વિયર્સે પણ, નિકોલસને હાનિ પહોંચાડી શકાય તેવું કંઈ થતું હોય તો, તેમાં પૂરેપૂરો સાથ આપવા પોતાની બધી જ તૈયારી બતાવી. આમ, એ બેના વેર-મનોરથ હવે ભેગા જોડાયા.
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy