________________
નાટક કંપની
૧૫૯
“મેં કૅન્ટરબરીમાં કદી કશું કામકાજ કર્યું જ નથી, એનો પુરાવો એ છે કે, હું તમને ત્યાં મળ્યો હોઉં, તો કદી તમને જિંદગીભર ભૂલી શકું જ નહિ.
"
જાઓ, જાઓ, તમે પણ મીઠું મીઠું ઠીક બોલી જાણો છો, વળી ! ” મિસ સ્નેવેલીસીએ જરા શરમાઈને કહ્યું; “ પણ હવે મને લાગે છે કે, એ કોઈ બીજું જ હશે, જેનો દેખાવ તમને મળતો આવતો હશે. પૂરી ખાતરી મનમાં કરી લીધા વિના આવી વાત તમારી આગળ કરી, તે બદલ મને માફ કરશો ? ”
"C
66
“વાહ, તમે આ રીતે તમને યાદ રહી જનારા કોઈ ભાગ્યશાળીના સમાન દેખાવનો પણ મને ગણ્યો, એ તો હું મારું સદ્ભાગ્ય જ માનું છું.”
66
'ખરા નટ-નાગર છો!”
મિ૦ ક્રમલ્સે હવે જાહેરાત કરી કે, “આવતી કાલે દસ વાગ્યે આપણે આપણા નાટકનું રિહર્સલ કરવા ભેગા થઈશું. પરંતુ મારે એક ખુશખબર એ આપવાના છે કે, સોમવારે આપણે આપણા તદ્દન નવા ખેલનું વાંચન સાંભળવા ભેગા થવાનું છે. આપણા નવા આર્ટિસ્ટ મિ∞ જૉન્સન આપણ સૌને આપણે લાયક કામકાજ તેમના નવા ખેલમાં આપવાના છે.”
નિકોલસ એકદમ ચાંકીને બોલી ઊઠયો, “હેં? હું
-
""
પણ મિ∞ જૉન્સનનો અવાજ દબાઈ જાય એ રીતે વધુ મોટે અવાજે મિ∞ ક્રમલ્સે તો પોતાની જાહેરાત ચાલુ જ રાખી.
બાકીનાં બધાં ચાલ્યાં ગયાં. પછી નિકોલસે મિ∞ ક્રમલ્સને બાજુએ બોલાવીને કહ્યું, “સાહેબ, મારાથી સોમવાર સુધીમાં નવું નાટક તૈયાર ન થઈ શકે. મારી સર્જનશક્તિ ભાગ્યે એવી તેજ કહી શકાય.
,,
'
“પણ સર્જનશક્તિને આપણે કયાં ભૂંડવી છે? મારી પાસે આ
એક સરસ ફ્રેંચ નાટક છે, તેનું અંગ્રેજી કરી નાંખો, અને ઘટતા