________________
૧૬૦
નિકોલસ નિકલ્ટી ફેરફારો કરી, પહેલે પાને લેખક તરીકે તમારું નામ મૂકી દો, એટલે બસ!”
નિકોલસ હસી પડ્યો, અને તેણે પેલું ફ્રેંચ નાટક ખીસામાં મૂકયું.
ક્રમશે હવે આજનો દિવસ પોતાને ત્યાં જ ભોજન લેવા તેને આગ્રહ કર્યો; અને જણાવ્યું કે, ત્યાર પછી મારા એક-બે ઍકટરો તમને અનુકૂળ એવું મકાન ભાડે અપાવવા સાથે આવશે.
- ૨૯ નિકોલસનું નવું કામ
પોસ્મથમાં એક તમાકુવાળાની દુકાનની ઉપરના બે કમરા નિકોલસે ભાડે રાખ્યા. કમલ્સના માણસો સાથે હોવાથી ઘરધણીએ અગાઉથી ભાડું આપવાની માગણી પણ કરી નહિ.
પોતાના કમરામાં જઈ, એકલા પડતાં જ નિકોલસે સ્માઈકને કહ્યું, “ભાઈ, આપણે માટે પણ કંઈ અવનવા જ અનુભવોમાં પસાર થવાનું નિર્માયું લાગે છે. આ બધાનો અંત શો આવશે, એ તો કોને ખબર? આ ત્રણ દિવસની રખડપટ્ટીથી મને એવો વિચિત્ર થાક લાગ્યો છે કે, આપણે એ વિચારવાનું કાલ ઉપર જ મુલતવી રાખીશું.”
વહેલી સવારે નિકોલસે હજુ પથારીમાં બેઠો થયો જ હતો, તેવામાં નાટક કંપનીના બે જણ, નામે મિ૦ ફોર અને મિત્ર લેન્વિલે આવીને તેનું બારણું ઠપઠપાવ્યું.
મિ0 લેન્વિલ કંપનીના કરુણરસના અભિનેતા હતા, અને પોતાના પાર્ટને સારો ન્યાય આપી જાણતા હતા. પણ મિત્ર કમલ્સ કોઈ સારો પાર્ટ આવે એટલે પોતાને માટે જ રાખી લેતા. આથી મિત્ર લેન્વિલને પોતાની કુશળતા બતાવવાનો સંજોગ ઓછો મળતો.