________________
૫૫ લૉર્ડ વેરિસેટને દેહાંત
ઘાલય થઈને લાંબો વખત બેલ્જિયમમાં પથારીવશ રહ્યા પછી, સર મલબેરી હૉકે ઇંગ્લેંડ પાછા આવ્યા બાદ પહેલી જ વાર આજે ઘોડદોડની શરતના મેદાન ઉપર પોતાના બુધ્ધ શિષ્ય લૉર્ડ વેરિસૉફટ તથા પોતાના બીજા ખાંધિયાઓ સાથે દેખા દીધી હતી. એ કેવી રીતે તથા શા કારણે ઘવાયો હતો, તે છાપાંમાં જાહેર થઈ ગયું હોવાથી, જે મળતા તેઓ તેની ખબર પૂછવાનો દેખાવ કરી તે (પડકાર ઝીલવાને બદલે ભાગવાનો પ્રયત્ન કરતાં) શી રીતે ઘવાયા હતા, તેની ટકોર કરતા હતા, અને લૉર્ડ વેરિસૉક્ટને એ વસ્તુ બહુ ખટકતી હતી.
ઘોડદોડ પૂરી થયા પછી પાસેના શરાબ-ખાનામાં બધા ખાનદાન નબીરાઓ જુગાર રમવા બેઠા. તે વખતે પાછી એક જણે એ જ વાત ઉપાડી, અને મલબેરીને વણમાગી સલાહ આપી કે, તમારે
જ્યાં ગયા હતા ત્યાં હમણાં બેલ્જિયમ તરફ જ થોડો વધુ વખત રોકાવા જેવું હતું. કારણ કે, લોકોના મનમાં તમારી બધી વાત હજ તાજી છે; ઉપરાંત છાપાંમાં આવેલા અહેવાલોનો રદિયો આપવા તમે કશો પ્રયત્ન ન કર્યો, એ વસ્તુ પણ તમારે પક્ષે સારી નથી થઈ. તેણે ઉમેર્યું, “હું સામાન્ય રીતે છાપાં વાંચતો નથી. પણ તમારી બાબતનો અહેવાલ આવ્યો હતો, ત્યારે મેં ખાસ છાપું મંગાવીને એ વાંચ્યું હતું...”
પણ તમે કાલે – ના, ના, પરમ દિવસે છાપું મંગાવીને વાંચજો, એટલે બસ!” મલબેરીએ મોં બગાડીને જણાવ્યું.
૨૮૫