________________
મુલાકાતો : ગમતી-અણગમતી
૨
આ જ દિવસ દરમ્યાન રાલ્ફ પોતાની ઑફિસમાં નૉગ્સને સર મલબેરી વિષે વધુ પૂછપરછ કરતો હતો.
66
“શું? શહેર બહાર ચાલ્યા ગયા છે? તારી ભૂલ થતી હશે; ફરી જઈ આવ અને પૂરી તપાસ કરી લાવ!” રાલ્ફ તડૂકયો.
""
જરાય ભૂલ નથી; ચાલ્યા જ ગયા છે.
અને કયાં ગયા છે, વારુ?”
"6
૨૫૧
66
ફ઼્રાંસ; તેમના માથામાં ફરી સણકો ન ઊપડે તે માટે દાકતરોએ સલાહ આપી, અને તેમણે તે માની લીધી; હું શું કરું ?”
“અને લૉર્ડ ફ્રેડરિક –?”
,,
“તે પણ તેમની સાથે જ,
“તો શું મલબેરી પોતાના ઘા, પોતાનું અપમાન, પોતાનો બદલો — બધું ખીસામાં મૂકી ચાલતો થયો?”
“તેમને બહુ વાગ્યું હતું.”
“ વાળ્યું હતું કે કોઈએ માર્યું હતું, મૂરખ? હું તેની જગાએ હોત તો, મને કોઈએ માર્યું તે કારણે જ મારો બદલો, જરાય મોડું કર્યા વિના, તરત જ લેવાની પેરવી કરત. વાગ્યું હતું! સાલો કાયર, નમાલો છે, એટલું જ.”
પછી નૉગ્ઝને કમરાની બહાર જવાની નિશાની કરી, રાલ્ફ ખુરશીમાં પડયો પડયો વિચારે ચડયો.
કંઈક નિર્ણય ઉપર આવ્યો હોય એમ, થોડી વારે હસતાં હસતાં ઊઠી, રાલ્ફ ઘંટડી વગાડીને નૉગ્સને પાસે બોલાવ્યો ને પૂછ્યું : “મિ શ્ર્વિયર્સ આજે અહીં આવ્યા હતા ? "
66
ના!”
-
“જો હું બહાર ગયો હોઉં અને તે અહીં આવે, – કદાચ આજે રાતે નવ વાગ્યે આવશે જ, — તો તેમને થોભવા કહેજે, અને જો