________________
૬૨.
નિકોલસ નિકલ્બી પ્રેમીને બતાવી આપવું હતું કે, પોતે જેવી તેવી નથી! તેને તો શહેરની સગૃહસ્થો પણ સલામો ભરે; બ્રાઉડી જેવો કાગડો તો મફતમાં જ દહીંથરું પડાવી ગયો છે! અને બીજું, કૅનીને પણ એટલી ખબર પાડવાની તેની મરજી ખરી કે, તારા પ્રેમીને તો ધારું તો હમણાં રમતમાત્રમાં પડાવી જાઉં; તારામાં વાંદરીમાં શા વેતા બળ્યા છે? એ તો તારી બહેનપણી છે, એટલે જ તને સામેથી મદદ કરું છું!
અને મટિલ્ડાનાં એ બંને નિશાન એકસાથે બરાબર વાગ્યાં જ. ફેનીએ દુમાઈને બ્રાઉડી તરફ વળીને કહ્યું, “તો આપણે બંને ભિલુ થઈને એ લોકોને ખબર પાડી દઈએ તો કેમ?”
બ્રાઉડીને મહેતાજીના આ મદદનીશ ઉપર પોતાની વિવાહિતા તરફ આમ ઢળી પડવા બદલ ગુસ્સો તો ચડયો જ હતો. એટલે તે મિસ કૅની સ્કેવીયર્સનો આ લલકાર સાંભળી તરત ગમે તે જંગમાં ઊતરવા તૈયાર થઈ ગયો.
પરંતુ બ્રાઉડીના કાંડામાં ગમે તેટલી તાકાત હોય, પણ તેથી પત્તાંના ‘હાથ’ મેળવવામાં એ ખાસ કામ ન લાગે, એ વાતની તેને તરત ખબર પડી ગઈ. અને જેમ જેમ ફેનીનું અને બ્રાઉડીનું મોં ઉપરાઉપરી હાથ ગુમાવીને કાળું મશ બનતું ગયું, તેમ તેમ મટિલ્ડા રંગમાં આવતી ગઈ. તે બોલી, “અમે બધા હાથ જીતી જવાનાં!”
હા, હા; તે ન ધાર્યા હોય એવા તારા હાથમાં આવતા જાય છે, નહિ?” કૅનીએ ઘુરકિયું કરીને કહ્યું.
' “માત્ર બાર અને છે, વહાલી,” મટિલ્ડાએ કૅનીના કહ્યાનો કેવળ “શબ્દાર્થ’ આગળ કરતાં કહ્યું; “તારા વાળનું ગૂંચળું જરા બહાર નીકળી આવ્યું છે, તે સમું કર જોઉં, મીઠડી.”
મટિલ્ડા, તું મારી પંચાત મૂક, અને તારા ભિલ્લુ ઉપર નજર રાખ, એટલે બસ.”