________________
પ્રેમ-ભૂખ્યાંની પાટી કે ઠોઠ નિશાળિયાઓના આ મહેતાજીએ ખોટું લગાડવાનું શાનું હોય વળી?”
જવાબમાં નિકોલસ કંઈક સપાટો લગાવવા ગયો, પણ હવે મિસ સ્કુવીયર્સનો પોતાના માણસને રોકવાનો વારો આવ્યો. તેણે શરમથી લાલ લાલ થઈ જઈને નિકોલસને પોતા થકી વારવા પ્રયત્ન કર્યો; પણ એ પેલી ધીટ બકાલણ જેવી બેશરમ કયાં હતી? તે તો દૂર રહેવાનો પ્રયત્ન કરવા છતાં છેક જ નિકોલાસ ઉપર પડતી જઈને તેને કહ્યું-ઊં-ઊં” ન બોલવા આંસુભરી આંખે અને ડૂસકાંભર્યા કંઠે કંઈક કહેવા લાગી – જાણે તેનાં ઓવારણાં લેતી હોય તેમ
છેવટે બબ્બે સુંદરીઓની વિનવણીથી આ બંને માટીડા થતાઓને હાથમાં હાથ મિલાવી એકબીજાની માફી માગવી પડી; અને તરત પછી ભોજનનું કાર્ય જોરથી આગળ ચાલવા માંડયું.
ભોજન દરમ્યાન મટિલ્ડાએ નિકોલસને વાતમાં ખેંચવા પ્રયત્ન કર્યો, જેથી અચાનક છવાઈ ગયેલું ગંભીરતાનું અને ઉગ્રતાનું વાતાવરણ કંઈક હળવું થાય. અને કબૂલ કરવું જોઈએ કે, “ગામડકી ગોરી દેખાવમાં જેટલી ફૂટડી હતી, તેટલી જ વાતચીતમાં સામાને પાણીછલા કરી નાખવામાં પાવરધી હતી.
છેવટે મટિલ્ડાએ પાનાં રમવાની દરખાસ્ત મૂકી અને નિકોલસે ઝટ એ દરખાસ્ત સ્વીકારી લીધી; અને ઉપરથી પોતાનો વેર-વિરોધ દૂર થયો છે એ પુરવાર કરવા શરત મૂકી કે, પોતાની ભિલ્લુ મટિલ્ડા થાય તો જ પોતે પાનાં રમવા તૈયાર છે! પણ સત્યાનાશ! એ તે ફેનીનો પ્રેમી કે અદરાયેલો હતો કે મટિલ્ડાનો!– આ તેણે શું કહ્યું?
પણ મટિલ્ડાને તો નિકોલસની આ દરખાસ્તથી આનંદ જ થયો અને તેનાં બે કારણ હતાં: એક તો તેને પોતાના જડસુ