________________
૨૪
પાજી અને દેલે
મિસ કેટની તબિયત બગડી જવાથી નાનકડી મિસ લા ક્રિીવી સોમવારે સવારે, મેડમ ઑન્ટેલિનીને ખબર આપવા જતી હતી કે, કેટ આજે કામ ઉપર હાજર રહી શકશે નહિ.
આખે રસ્તે મિસ લા ક્રોવીને મનમાં વિચાર આવ્યા કરતો હતો કે, “કેટનું માથું દુ:ખે છે, એમ તે કહે છે, પણ માથું દુ:ખવાથી આંખો લાલ શા માટે થાય તે જરૂર રડી હશે. અને કેટ જેવી સાલસ છોકરી રડે શા માટે? – જરૂર તેના રીંછ જેવા ભૂંડા કાકાનો જ કંઈ વાંક હશે. ઘરડો કચરો!” | મનમાં આટલી ગાળ, પોતાની સખી માટે, તેને દુ:ખ દેનારને દીધા બાદ, ભલી મિસ લા કીવીનું મન હળવું થયું.
કીવી પહોંચી ત્યારે મૅડમ ઊંઘતાં હતાં, એટલે મિસ વેંગે જ મિસ લા ક્રીવીને પૂછયું, “શું કામ છે?” અને તેણે કહેલો સંદેશો જાણ્યા બાદ તરત રોકડું કહી દીધું -“મારું ચાલે તો એ હંમેશને માટે ન આવી શકે તો પણ વાંધો નહિ.”
“તમાં ચાલે? એટલે શું? તમે કંઈ આ ધંધાનાં માલિકણ નથી,” મિસ લા ક્રીવીએ ચિડાઈને જવાબ આપ્યો.
“બહુ સારુ, મૅડમ, હવે તમારે કંઈ વિશેષ ફરમાવવાનું છે?” “ના, તમને માટે વિશેષ કંઈ કહેવાનું નથી.” “તો, પધારો, મૅડમ, સુપ્રભાતમ્”
૧૩૧