________________
નિકોલસ નિકલ્બી
“તમને પણ સુપ્રભાતમ્; અને જે અતિશય વિવેક અને અતિશય સંસ્કારિતા તમે દાખવ્યાં તે બદલ આભાર!”
૧૩૨
મિસ લા ક્રીવી ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં જ બહાર નીકળી ગઈ, અને આખે રસ્તે તે પોતાની સખી કેટને આ જગ્યાએ કામ કરતાં કેવુંક ફાવતું હશે તેનો જ વિચાર કરવા લાગી. પછી તેણે ફેંસલો કર્યો કે, આ નૅગ ડોસલીનું ડાચું ખરેખર ચીતરીને મઢાવવા જેવું છે! અને તેને એવી ‘સચિત્ર’ સજા કરવાનું મનમાં આવતાં જ ભલી મિસ લા ક્રીવી પાછી કંઈક હળવી પડી!
ઘેર આવીને તે નાસ્તો કરવા બેઠી, એટલામાં નોકરડીએ આવીને ખબર આપી કે, બહાર કોઈ સદ્ગૃહસ્થ મળવા આવ્યા છે. મિસ લા ક્રીવી રઘવાઈ થઈને બોલી ઊઠી, “ પહેલું આ બધું નાસ્તાનું ઉઠાવીને લઈ જા તો !”
66
મારા આવવાથી જરા પણ રઘવાયાં થતાં નહિ, મિસ લા ક્રીવી! માફ કરજો, મેં મારું નામ કહેવાની નોકરડીને ના પાડી હતી, કારણ કે, મારે તમને અણધાર્યા આવીને ચાંકાવવાં હતાં !” અંદર આવી પહોંચીને નિકોલસ શાંતિથી બોલ્યો.
"6
“ મિ. નિકોલસ !” મિસ લા ક્રીવી આનંદથી બોલી ઊઠી. વાહ, તમે મને હજુ સાવ ભૂલી ગયાં નથી, એમ લાગે છે!” નિકોલસ પોતાનો હાથ લાંબો કરતાં બોલ્યો.
66
<<
“હન્ના, બીજો રકાબી-પ્યાલો લાવ જોઉં. જુઓ મિ. નિકોલસ, તમે ચાલ્યા ગયા તે સવારે જેવી બેઅદબી કરી હતી, તેવી આજે કરવાની નથી, એ તમને પહેલું જ કહી દઉં છું.”
“તો શું તમે ગુસ્સે થઈ જશો એમ?”
66
તો ન થાઉં? એવું ફરી કરી જુઓ એટલે તરત ખબર પડશે. ” નિકોલસે તરત જ મિસ લા ક્રીવીનો પડતો બોલ દાક્ષિણ્યથી ઉપાડી લીધો અને એ ભલી બાઈને બંને ગાલ ઉપર બે ચુંબન કરી લીધાં.