________________
પાજી અને દોલો
૧૩૩ 1 મિસ લા કીવીએ એક આછી ચીસ પાડી, નિકોલસના ગાલ ઉપર એથી પણ આછી ધોલ ચોડી દીધી.
“આવું બેઅદબ પ્રાણી તો મેં કોઈ જોયું નથી,” મિસ લા કીવી બોલી ઊઠી.
પણ તમે જ મને એમ કરી જોવાનું કહ્યું ને!” “એ તો મેં ધમકીના અર્થમાં કહ્યું હતું.”
તો તમારે મને એમ પહેલેથી કહી દેવું જોઈતું હતું.” “હા, હા, એમને એમ તો પોતાને મારા કહેવાનો અર્થ નહિ સમજાયો હોય! પણ એ બધી વાત પછી; તમે આમ સૂકલા અને ફીકા કેમ બની ગયા છો?”
મિસ લા ક્રીવીના એ પ્રશ્ન પાછળ રહેલી તે ભલી બાઈના અંતરની લાગણી એટલી બધી ચોખ્ખી દેખાઈ આવતી હતી કે, નિકોલસ તે જોઈ ગળગળો થઈ ગયો.
“થોડું ઘણું તેમ હશે ખરું, કારણ કે, તનથી અને મનથી હું ઘણો હેરાન થઈ ગયો છું. ઉપરાંત મારી પાસે પૈસાની પણ ભારે ઢાંચ હોવાથી ખાવાપીવાનું પણ એવું જ ચાલતું હતું.”
ભલા ભગવાન, આ તમે શું કહો છો, મિ. નિકોલસ?”
“પણ તેથી તમારે જરાય દુ:ખી થવાની જરૂર નથી; ઉપરાંત હું તમારી આગળ મારાં રોદણાં રડવા આવ્યો પણ નથી. મારે તો ઝટપટ મારા કાકાને મોઢામોઢ થવું છે, એ વાત તમને કહેવા પૂરતો જ હું અહીં આવ્યો છું.”
તો મારે એ બાબતમાં એટલું જ કહેવાનું છે કે, તમારા એ મિશનની મને જરાય ઈર્ષ્યા થતી નથી. જે ઓરડામાં એ માણસનું ખાસડું પણ પડ્યું હોય, તે ઓરડામાં હું થોડી વાર બેસું, તોપણ પૂરું એક પખવાડિયું હું માંદી પડી જાઉં!”
એ બાબતમાં તો મારો મત પણ તમારા મતને મળતો આવે છે. પણ હું તો તેને એટલા માટે મળવા માગું છું, કે જેથી હું મારી