SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ મેડલીનને ઘેર ૨૬૭ 66 ‘હા, હા; તમે અમારી તરફથી આવ્યા છો, એટલું તે તે સમજી જશે. જોકે, તે એ નથી જાણતી કે, તમે ખરીદી લાવેલાં ચિત્રો આપણે શા ભાવે બહાર વેચી શકીએ છીએ. તેણે તો એટલું જ જાણવું જોઈએ કે, આપણને તે ચિત્રોના સારા ભાવ ઊપજે છે; એટલું જ નહિ, એ ધંધામાં આપણને સારો નફો પણ રહે છે, સમજ્યા?” ત્યાર પછી પેલી યુવતીનું સરનામું તથા બીજી સૂચનાઓ આપીને ડોસાએ નિકોલસને મોડી રાતે વિદાય કર્યો. ૫૧ મેડલીનને ઘેર મિ∞ ચિયરીબલે નિકોલસને જે સરનામું આપ્યું હતું, ત્યાં નિષ્ફળ નીવડેલા દેણદારોનો જ વસવાટ હતો. અલબત્ત, જે દેવાળિયા દેણદારો પોતાના ખર્ચ જેટલાય પૈસા ઊભા ન કરી શકે, તેમને તો જેલમાં અન્ન, વસ્ત્ર, રહેઠાણ અને ગરમીના સાધન વિના મરવા માટે જ પહોંચી જવું પડતું. બ્રિટિશ કાયદાની બલિહારી છે કે, તે પોતાની અંધ નજરમાં બધાને એકસરખા ગણતો હોવાનું કહેવાય છે, તથા કાયદાના લાભો સૌને સરખા મળતા હોવાનું ઘમંડ રાખે છે; પરંતુ ભયંકર ગુનેગારોને તો તે જેલમાં ખાવાપીવા-રહેવાનું મફત આપશે, પરંતુ દેવાળિયા દેણદારોને તો પૈસા ન હોય તો મરવાની જ સ્વતંત્રતા આપીને પોતાનું કર્તવ્ય પૂરું થયું માનશે. એ મકાનનો બહારનો દેખાવ ગમે તેવો કંગાળ હશે, પણ અંદર જતાં નિકોલસને માલૂમ પડયું કે, માણસની સુરુચિથી એ કંગાલિયતને પણ જેટલો ઓપ આપી શકાય તેટલો આપવાને પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy