________________
મિ૦ નૉના પરોણા
૧૦૧
માસ્તરે મારા કાકાને કંઈ લખી જણાવ્યું છે કે નહિ, અને તેથી ચિડાઈને તેમણે મારાં મા-બહેનને કંઈ સંભળાવ્યું-કર્યું છે કે નહિ. મારે તે લોકોને મળવા જવું છે; પરંતુ મારા જવાથી તેઓ ઉપર કંઈ વધુ આફત આવે તેવું હોય, તો મારે ત્યાં જવું નથી. આ બધું વિચારીને જ હું પ્રથમ તમારે ત્યાં ખબર કાઢવા સીધો આવ્યો છું.”
ન્યૂયૅને તરત ખીસામાંથી એક જૂનું કાગળિયું કાઢીને નિકોલસને વાંચવા આપ્યું. એક કાગળ ડોથબૉય્ઝ હૉલથી ફેની સ્કવીયર્સે રાલ્ફ નિકલ્બીને લખેલો હતો, અને પરમ દિવસે જ રાલ્ફને મળ્યો હતો. રાલ્ફ બહાર જતાં ન્યૂયૅને ઉતાવળે તેની નકલ કરી લીધી હતી.
તેમાં ફૅનીએ લખ્યું હતું કે, “મારા પપ્પાએ મારી પાસે આ કાગળ લખાવ્યો છે; કારણ કે, તેમને એટલો માર મારવામાં આવ્યો છે કે, તેમના પગનો ઉપયોગ તે કરી શકે તેવા થાય તે પહેલાં ઘણો વખત લાગશે, એમ દાક્તરો માને છે. એટલે તે પોતે હાથે કલમ પકડી શકે તેમ નથી.
તમારા ભત્રીજાએ તેમને એટલો બધો માર માર્યો છે, અને એટલી બધી ભૂંડી ગાળો ભાંડી છે કે, તે લખતાં મારી કલમ ફાટી પડે એમ મને લાગે છે. મારી માને તો તેણે ભેાંય ઉપર એવી પછાડી છે કે, તેના માથાનો કાંસકો કેટલાય ઈંચ ખોપરીમાં પેસી ગયો છે. અમે તે બાબતનું દાકતરી સર્ટિફિકેટ પણ મેળવ્યું છે, જેમાં નોંધ્યું છે કે, એ કાંસકો જો ખોપરી ફાડીને અંદર ઘૂસ્યો હોત, તો મગજ બહાર જ નીકળી આવ્યું હોત.
“મને ને મારા ભાઈને તો મૂઢ માર પડયો છે. બહારથી દેખાય નહિ, પણ અંદરથી એકે એક હાડકું તૂટી ગયું હોય. આ લખતાં લખતાં જ હું એટલી ચીસો પાડું છું કે, મને ડર છે કે, તમને આ કાગળ વાંચતાં પણ સંભળાશે.
“એ રાક્ષસ પોતાની લોહીની તરસ આમ છિપાવીને પછી છોકરાઓમાં બંડખોર એવા એક આગેવાનને પોતાની સાથે લઈને
66