________________
પાજી અને દોલો
૧૩૫ મિસિસ નિકલ્દી પોતાના પુત્રને જેલમાંથી કે ફાંસીને માંચડેથી બચાવી લેવા રાફને રડતાં રડતાં કરગરવા લાગી; પણ કેટે તેને તરત ડારી અને કહ્યું, “મા, તમે પણ કેવાં કે, ભાઈ બાબત આવું બધું સાચું માની લો છો? ભાઈ કદી એવું કરે જ નહિ.”
તો શું હું કે પેલો માસ્તર જૂઠું બોલીએ છીએ, એમ? હું તો ચોખેચોખું તમને કહી દઉં છું કે, મારા હાથમાં તે આવે કે તરત તેને પોલીસના હાથમાં સોંપી દેવો, એ જ મારી ફરજ હોઈ શકે. અને છતાં હું માત્ર તેની બહેન – આ કેટની લાગણીનો વિચાર કરીને જ એવું કશું પગલું ન ભરવું હોય તો ન ભરું,”
કેટ પોતાના નામને વચ્ચે આવેલું જોઈને સમજી ગઈ કે, ગઈ કાલ રાતની કશી વાત હું બહાર ન પાડું એ માટે જ મને આ સારું લગાડવામાં આવે છે.
થોડી વાર ચૂપ રહીને, રાફ આગળ બોલ્યો, “બધું જોતાં વિચારતાં એમ ચોખ્ખું દેખાઈ આવે છે કે, આ કાગળમાં લખેલી વાતો સાચી જ છે; કારણ કે, નહિ તો નિર્દોષ માણસો ચોરીછૂપીથી ભાગી શું કરવા જાય અને સંતાઈ શું કરવા રહે? નિર્દોષ માણસો ફોસલાવી પટાવીને નામઠામ વિનાના ભામટાઓને સાથે શું કરવા લઈ જાય?”
“ઠી વાત, ધરાર જૂઠી વાત!” એવા અવાજ સાથે બારણું તે જ ક્ષણે ધડાક દઈને ઊઘડી ગયું અને નિકોલસ અંદર ધસી આવ્યો. કેટ અને મિસ લા ક્રીવી તરત નિકોલસની આસપાસ ફરી વળ્યાં અને તેને કાકાની વધુ નજીક જતો રોકવા લાગ્યાં.
“મોટાભાઈ, તમે અત્યારે કશું ન બોલશો – શાંત રહો.”
“પણ વિચાર તો ખરી, બહેન, આ માણસ જે કંઈ કહે છે તે સાંભળ્યા પછી ચૂપ રહેવું હોય તે માણસે નર્યા પથ્થરને બનવું જોઈએ.”