SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ નિકોલસ નિકલ્ટી “અરે નર્યા કાંસાનું બનવું જોઈએ, બેટમજી; હાડમાંસનો . આદમી આવું બધું ભાગ્યે કરી શકે,” રાલ્ફ ઘૂરકીને જવાબ આપ્યો. હાય, હાય! બધું કેમ આવું જ બન્યા કરે છે?” મિસિસ નિકલ્વીએ કલ્પાંત આદર્યું. મા, તું શું આ બધું સાચું માની લે છે? તું શા સારુ કલ્પાંત કરે છે? તને તારા દીકરા ઉપર વિશ્વાસ નથી? આ માણસે તારા કાન ખોટી વાતોથી ભંભેર્યા લાગે છે. પણ એ માણસે તે અને મેં મૂકેલા વિશ્વાસનો કેવો ગેરલાભ લીધો છે, તે તો વિચાર! એણે મને એવી જગાએ મોકલ્યો હતો, જ્યાં નરી ક્રૂરતા, નરી બદમાસી, નરી ચૂસણખોરી – અરે પિશાચ અને ડાકણને પણ શરમાવે તેવી નાલાયકી નાનાં નાનાં ફૂલ જેવાં માસૂમ બાળકોનાં લોહી ચૂસવા ઉપર જ માતે છે. મેં મારી સગી આંખોએ આ બધું જોયું છે; અને આ મારો કાકો થઈને, એ બધું જાણતો હોવા છતાં, તેણે મને તે નરકમાં જ મોકલી આપ્યો હતો !” પણ ભાઈ, તમે ચિડાયા વિના જે સાચું હોય તે કહી નાખોને, એટલે બધો ખુલાસો થઈ જાય.” કેટે કરગરીને કહ્યું. “પણ આ માણસ મારા ઉપર શું શું કર્યાનો આક્ષેપ મૂકે છે, તે પહેલા જાણું તો ને!” તારા માસ્તરને મારવાનો અને તેને લગભગ મારી નાખવાનો, જેથી તારા ઉપર લગભગ ખૂનનો આરોપ જ આવીને ઊભો રહે છે,” રાલ્ફ તીખાશથી જવાબ આપ્યો. અરે, મેં તો, એ રાક્ષસ એક બિચારા કંગાળ છોકરાને લગભગ મારી નાખવાની અણી ઉપર હતો, તેમાંથી તેને બચાવ્યો છે. અલબત્ત, એમ કરવા જતાં એ બદમાશને મેં એવો મૂક્યો છે કે, તે ઝટ એ વાત ભૂલી નહિ શકે.” પણ એ લોકો તો કોઈ વીંટી ખોવાયાની કે ચોરાયાની વાત કરે છે, તેનું શું?” કેટે નિકોલસને પૂછયું.
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy