________________
મિસિસ બૅન્ટેલિનીની દુકાન ૧૧૫ તકરારના અવાજ આવતા હતા. મિસિસ ઍન્ટેલિની, દુકાનની જુવાન છોકરીઓ સામે તાકી રહેવાની અથવા તેમની સાથે ચેડાં કરવાની મનાઈ પોતાના પતિને કરતાં હતાં. ત્યારે મિ. મેન્ટેલિની પોતાની મહોરદારને આમ અદેખાઈથી ઇર્ષાળુ બનીને પોતાનો સુંદર ચહેરો અને આવું સુખી કૌટુંબિક જીવન બગાડી ન મૂકવા માટે સમજાવી રહ્યા હતા.
“હું તમને છેક છેલ્લી વખત કહી દઉં છું કે, તમારે તમારી પત્ની સિવાય બીજી કોઈ જોડે નાચવા લાગી ના જવું, નહિ તો છેવટે હું ઝેર ખાઈશ,” મેડમે ધમકીભર્યા સૂરે કહ્યું.
“તું ઝેર ખાઈશ, અને પછી હાથ-પગ આમળતી અને જમીન ઉપર આળોટતી પછડાઈશ? પણ તું શું કામ ઝેર ખાય? તારે આવો સુંદર પતિ છે, કે જેને પરણવા બબ્બે ઉમરાવજાદીઓ અને એક મિલકતદાર વિધવા મરી પડતાં હતાં –
“બે ક્યાંથી લાવ્યા? તમે તો પહેલાં એકની જ વાત મને કરી હતી.”
અરે બે! અને બેઉ જ ફૂટડી-રૂપાળી, અને પાછી મોટી મોટી તિજોરીઓવાળી.”
“તો પછી તમે તેમાંની એકને પરણી કેમ ન ગયા?”
“પરણી જ જાત વળી; પણ મારું ખુશનસીબ એવું કે, તે જ દિવસે મને અર્ધી દુનિયાને મોહિત કરીને બેભાન બનાવી દે એવી રૂપવંતી સુંદરી મળી આવી અને તે સુંદરી મારી પત્ની બની છે, ત્યાર પછી આખા ઇંગ્લેંડ દેશની ઢગલાબંધ ઉમરાવજાદીઓ ભલેને જખ મારે —” આટલું કહીને મિ. કૅટેલિનીએ મિસિસ મૅન્ટેલિનીને બે ત્રણ ચુંબનો કરી દઈને જ બાકીનું કહેવાનું પૂરું કર્યું. મૅડમ મેન્ટેલિનીએ પોતાના પતિના પ્રેમની એ સાબિતીનો સામા ચુંબનથી જવાબ આપ્યો, અને પછી બંનેનો નાસ્તો પૂરેપૂરા સંતોષપૂર્વક ચાલવા લાગ્યો.