________________
૧૧૬
નિકોલસ નિકબી થોડી વાર પછી મિ. મેન્ટેલિનીનો અવાજ સંભળાયો – “મારા જીવનની ચાંદની, અત્યારે આપણા હાથ ઉપર-આપણી પાસે પૈસા બૈસા હોય તે તે કેટલાક છે?”
બહુ જ થોડા !”
પણ આપણે થોડા વધારે તાત્કાલિક હાથ ઉપર જોઈએ; આપણાં બિલો બુઢા નિકલ્બીને ત્યાં ગીરો મૂકી થોડા પૈસા તાત્કાલિક ઊભા કરીએ તો કેમ?”
“પણ તમારે હમણાં વધુ પૈસાની શી જરૂર છે?”
“મારી જિંદગીની બંદગી! એક ઘોડો નાખી દેવાને ભાવે વેચાય છે. એને ખોવો એ તો મહાપરાધ કરવા જેવું થાય. સોએક ગિની રોકડી આપીએ તો તરત મળી જાય તેમ છે. તેની કેશવાળી, પગ, પૂંછડું, આંખો બધું એવું સુંદર છે કે, એના ઉપર બેસી હું વેસ્ટીગોના ઘર પાસે જઈને નીકળું તેની સાથે પેલી ડાકણ વિધવા તો ગુસ્સા અને શોકથી બેભાન બની જાય; અને પેલી બે ઉમરાવજાદીઓ તો કહે કે, “હાય, આ સ્વરૂપવાન જુવાન હાથથી ગયો– તે તો પરણી ગયો!” તેઓ તો તારા ખુશનસીબની એવી અદેખાઈ કરે કે, તું ક્યારે મરી જાય અને જમીનમાં દટાઈ જાય, તેવું જ ઇચ્છે! હા! હા! હા!”
મૅડમ મેન્ટેલિની આ રૂપાળા ચિત્રના વર્ણન પછી અણનમ ન રહી શકી – તે તરત માની ગઈ અને પોતાના બહારના કબાટમાં શું છે તે જોવા બહાર નીકળી. ત્યાં જ તેની નજરે કેટ પડી.
“અરે! તું અહીં ક્યાંથી આવી?” મૅડમ બોલી ઊઠી.
“હું કયારની અહીં બેઠી છું; દરવાન તમને ખબર આપવાનું કહી મને બેસાડી ગયો, તે પછી ભૂલી ગયો લાગે છે.”
અહા! આ કોણ? અહા! અહીં ક્યારની બેઠી છે? અહા! એ દરવાનનું માથું હું હમણાં જ તોડી નાખું છું. મને પહેલેથી