________________
ગ્રાઈડને ત્યાં ચેરી!
નિકોલસ મેડલીનને લઈને ચાલતો થયો, ત્યાર પછી રાલ્ફ ગુસ્સાનો માર્યો સમસમીને થોડી વાર તો ઊભો રહ્યો. પણ પછી ગ્રાઈડ જમીન ઉપર પડછાયો હતો ત્યાંથી તેને ઊભો કરીને રાફે પૂછયું, “આપણે જે કોચગાડીમાં આવ્યા હતા, તે બહાર ઊભી છે કે નહિ તે જોઈ લો જોઉં.”
ગ્રાઈડ બહાર જોવા ગયો, તે દરમ્યાન રાફે પોતાના હાથથી પોતાનું છાતી ઉપરનું ખમીસ જોરથી ખેંચીને કહ્યું, “પેલો બદમાશ મારા દસ હજાર પાઉંડ ડૂલ્યાની વાત કરી ગયો, તે રકમ તો મેં ગઈ કાલે જ બે ગીરો ઉપર આપી છે. એ પેઢી કાચી પડી હોય, તોપણ નિકોલસને એ સમાચાર સૌથી પહેલા શી રીતે મળ્યા હોય?”
બંને જણ ઘોડાગાડીમાં બેઠા ત્યાર પછી ઘોડાગાડી કયાં લેવી એ વિષે રાફ કંઈ જ બોલ્યો નહિ. એટલે ગ્રાઈડે તેને પોતાના ઘર તરફ જ લેવરાવી.
ગ્રાઈડનું ઘર આવ્યું ત્યારે જ રાહુ જાણે વિચાર-નિદ્રામાંથી જાગ્યો. તે બોલ્યો, “આપણે ક્યાં જઈએ છીએ, તેનો મને ખ્યાલ જ રહ્યો નહતો; પણ હવે તમારે ત્યાં પાણી પીને હું ઘેર જાઉં; તમારે ત્યાં પાણી તો મળશે ને?”
“અરે, પાણી તો શું, પણ બીજું કંઈ પીણું જોઈએ તો તે પણ મળશે,” ગ્રાઈડે જવાબ આપ્યો.
૩૧૫.