________________
• ૧૫
બંધન અને બળ બીજે દિવસે છેક સાંજે આવીયર્સ એકલો ખાલી હાથે પાછો આવ્યો. ઘરમાં પેસતાં જ તે ત્રાયો–
નિકલ્બી, જો મિસિસ આવીયર્સ પણ તેને પકડી નહિ લાવે, તો ખબરદાર, મારે બદલામાં કોઈની ને કોઈની ઉપર ક્રોધ કાઢીને આશ્વાસન મેળવવું જ પડશે, એ સમજી રાખજો.”
“તમને આશ્વાસન આપવાનું મારા હાથમાં નથી, સાહેબ; અને મારે એ વાત જોડે કશી નિસબત નથી,” નિકોલસે જવાબ આપ્યો.
“નથી? ઠીક, ઠીક, આપણે જોઈશું કે, શી નિસબત છે અને શી નથી! ઠીક, તમારાં ભટોળિયાં લઈને બોડમાં પેસી જાઓ, કૂતરી બાઈ ! જાઓ, સૂવાનો વખત થઈ ગયો છે.” | નિકોલસે હોઠ દાંત નીચે દબાવી દીધા. તેના હાથ અજાણમાં જ થોડા ઊંચા થઈ ગયા. પણ પછી, તે સ્કવીયર્સ ઉપર તિરસ્કારભરી નજર નાખી, માથું ટટાર રાખી, ગૌરવભરી રીતે ત્યાંથી ચાલતો થયો.
બીજો દિવસ થયો. નિકોલસ હજ ઊડ્યો ન હતો. તેવામાં તેને કાને એક ગાડીનાં પૈડાંનો ગડગડાટ બારી નીચે જ આવીને થોભેલો સંભળાયો, અને મિસિસ સ્કવીયર્સનો મોટો અવાજ આવ્યો. તે કોઈને માટે જલદી કંઈક ગરમાગરમ પીવાનું મંગાવતાં હોય એમ લાગ્યું. નિકોલસને સમજાઈ ગયું કે, સ્માઇકને પકડી લાવવામાં મિસિસ ફાવ્યાં છે. ઊઠીને બારી બહાર નજર કરી, તો સ્માઇકને દોરડાં વડે પોટલાની પેઠે બાંધીને ગાડીમાં નાખેલો જોયો. વરસાદ અને કાદવથી તેના હાલહવાલ થઈ ગયા હતા.