________________
૨૦૪
નિકોલસ નિકલ્બી | નિકોલસે, ડોસાએ પોતા વિષે દર્શાવેલ સારા અભિપ્રાય બદલ તેમને નમન કરી, ચાલતી પકડી.
પણ તરત જ, એક તરફ નિરાંતે ઊભા રહી વાત કરી શકાય તેવે ઠેકાણે, બાજા પર તેને બોલાવી જઈ, ડોસાએ પૂછ્યું, “બોલો, શી વાત છે? ખરેખર, મને એકદમ કહી દો જોઉં!”
“આપની વત્સલતાભરી મુખાકૃતિ જોઈ, હું મારા મનની વાત બોલી બેઠો એટલું જ, બાકી આ વેરાન લંડન શહેરમાં કોઈ અજાણ્યા આગળ એવી વાત કરવાની હોય નહીં. માટે આપ મને ક્ષમા કરો.”
વેરાન શહેર? ખરે જ, હું પણ એક વખત બચપણમાં આ શહેરમાં આવ્યો હતો ત્યારે મને પણ આ શહેર “વેરાન’ લાગ્યું હતું, પણ આ શા માટે છે?”—નિકોલસે હાથ ઉપર પહેરેલી કાળી પટ્ટી તરફ આંગળી કરીને ડોસાએ પૂછ્યું.
“મારા સદ્ગત પિતાજીને કારણે.”
“હું? જુવાન માણસને બાપનું શિરછત્ર ચાલ્યું જાય, એ ભારે મુસીબતની વાત, ભાઈ. વિધવા માતાજી હશે, કદાચ?”
નિકોલસે સામેથી ખાલી નિશ્વાસ મૂક્યો. “ભાઈઓ અને બહેનો પણ?”
એક બહેન છે.” “ભલે, ભલે; અને તમે ભણેલાગણેલા છો, એ હું ચોક્કસ કહી શકું છું.”
મને ઠીક ઠીક કેળવણી મળી છે.”
“સરસ! કેળવાયેલા હોવું એ બહુ ઉત્તમ વસ્તુ છે. મને જરાય કેળવણી મળી નહોતી. એટલે બીજા કોઈને ભણેલા જોઉં છું, ત્યારે મને બહુ ગમે છે. બહુ સરસ, ખરે જ, બહુ સરસ! પણ તમારી વાત વધુ સાંભળવાનું મને મન થાય છે, બધું જ વિગતવાર કહો જોઉં. મારા જેવા બુટ્ટા માણસની એ ઇંતેજારી બદલ તમે ક્ષમા કરશો જ.”