SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અકસ્માત ૧૮૯ ગેરહાજર હોય, એમ કેમ બને? એનું કારણ એ જ હોય કે, કેટ ઉપર કંઈક તાત્કાલિક આફત હોય ને તેમાં તે રોકાયો હોય. આમ વિચારી તે તો સ્માઇકને ખાવા બેસાડી દઈ, પોતે ખાધા પીધા વિના જ સીધો મિસ લા ક્રીવીને ત્યાં દોડયો. પોતાની મા પાસે સીધા દોડી જવાનું તેને સલાહ ભરેલું ન લાગ્યું. પણ મિસ લા ક્રીવીય ઘેર નહોતી! નિકોલસને હવે ધીરજ રહી નહિ. તે ત્યાંથી સીધો પોતાની માતાને મુકામે જ ઊપડયો. પરંતુ ત્યાં પણ નોકરડીએ ખબર આપ્યા કે, બાર વાગ્યા પહેલાં તે ઘેર પાછી ફરે એવો સંભવ ન હતો. નિકોલસે કેટના સમાચાર તેને પૂછયા, તો તેણે જણાવ્યું કે, તે સાજાંસમાં છે; પણ હવે તે અહીં મા સાથે રહેતાં નથી, પરંતુ કયાંક નોકરી કરે છે ત્યાં જ રહે છે; જોકે, તે હવે મૅડમ મૅન્ટેલિનીને ત્યાં નોકરીમાં નથી. નિકોલસ થાકીને ન્યૂમૅનને ત્યાં પાછો આવ્યો. પરંતુ ન્યૂમૅન હજુ પાછો ફર્યો ન હતો. ઘેર નિષ્ક્રિયપણે બેસી રહેવું, એ પણ આવી ઉશ્કેરાયેલી હાલતમાં અશકય હતું, એટલે તે ફરીથી પાછો બહાર નીકળી ગયો. 60 અકસ્માત આજ સવારથી નિકોલસે કંઈ ખાધું ન હતું; અને તે થાકી પણ ગયો હતો. એક સારા લત્તામાંથી પસાર થતાં એક ઝગમગાટ કરતી ફૅશનેબલ ‘કૉફી-રૂમ તેણે જોઈ. એનો ભપકો જોઈને તેને લાગ્યું તો ખરું કે, એ તવંગર લોકોની ખાસ જગા હોવી જોઈએ. પરંતુ તેને ભૂખ ખૂબ લાગી હતી, અને રસ્તામાં ફાવે તેમ ફર્યા કરવા જેવા તેના પગ હવે રહ્યા ન હતા. આ હૉટેલમાં પણ રોટીબિસ્કીટ જેવું ખાવાનું તો મળશે જ, એમ વિચારી, તે તેમાં દાખલ થયો. >
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy