________________
૧૮૮
નિકોલસ નિકલ્ટી એ બદમાશનું ફૂટેલું લોહી-નીંગળતું માથું જોવાની કેવી મજા આવશે! – અને પેલા મલબેરીનું પણ! બેટાઓ એ જ લાગના છે!” આટલું બોલી, પોતા થકી પણ એ બંને બદમાશોનાં માથાંને તેણે હવામાં પગ ઉગામી બે-ચાર લાતો લગાવી દીધી!
મિસ લા ક્રીવીએ ન્યૂમેનના આ ઢંગ જોઈ તરત જ એક તીણી ચીસ નાખી; અને પોતાની જાતના આકરામાં આકરા સોગંદ દઈ, તેની પાસેથી વચન લીધું કે, નિકોલસ ઉશ્કેરાય એવું કશું જ તે રાતોરાત તો તેમને નહિ જ કહે. ત્યાર બાદ બંને વિચાર કરવા લાગ્યાં છે, તો પછી આ સમાચાર નિકોલસને કેવી રીતે, ક્યારે કહેવા. લાંબી વિચારણા બાદ તેઓએ નક્કી કર્યું કે, નિકોલસના આવવાના સમયે નૉઝે ઘર બહાર ચાલ્યા જવું અને મધરાત સુધી ઘેર પાછા જ ન આવવું; અને મિસ લા ક્રીવીએ પણ તે રાતે નિકોલસની માને લઈ થિયેટરમાં ખેલ જોવા ચાલ્યા જવું, જેથી તેને પણ તે ભેગો થઈ ન શકે.
નિકોલસ સ્માઈક સાથે પોસ્મથથી નીકળી લંડન આવી પહચ્યો. કોચ-સ્ટેશન પાસેની જ એક નાનીશી વીશીમાં ઓરડી તથા બે પથારીઓની વ્યવસ્થા કરી લઈ, તે ન્યૂમેનની ઓરડીએ દોડી ગયો. ત્યાં ટેબલ ઉપર ખાવા-પીવાનું તૈયાર ગોઠવેલું હતું, પણ ન્યૂમેન પોતે હાજર ન હતો. પડોશી ક્રાઉલે નિકોલસને સમાચાર આપ્યા કે, ન્યૂમૅનને તાકીદનું કામ આવી પડવાથી, તે તેમની આગતાસ્વાગતા કરવાનું પોતાને સેંપી બહાર ગયો છે, અને મધરાત સુધી પાછો ફરી શકે એમ નથી. તેણે નિકોલસને અને સ્માઈકને ટેબલ પરના ખાણાને ન્યાય આપવા આગ્રહ કર્યો, અને એ અગત્યની બાબત ઉપર વધુ ભાર મૂકવા તેણે જાતે ખાવાનું શરૂ પણ કર્યું.
પણ નિકોલસને તો ન્યૂમેનની આવી ગેરહાજરીએ જ વિચારમાં નાંખી દીધો. કારણ, પોતાને તાકીદે અહીં બોલાવી, તે પોતે જ