________________
જેમાં સૌની પિછાન થાય છે
એમ: પી. લાકો (પાર્લમેન્ટ-સભ્યો) સભામાં હાજર રહેવાના છે. હું ત્રણેને મળીને – અરે, તૈયાર કરીને – સીધો ચાલ્યો આવું છું.”
“તો તો બહુ સારું ગોઠવાયું કહેવાય; ‘યુનાઇટેડ મેટ્રોપોલિટન સુધરેલી ફિન-કેક અને નિયમિત ડિલીવરી કંપની'ના શૅરોના ભાવ ઠેકડા ભરવા લાગશે, એ નક્કી.”
66
‘હા, હા, સભાસ્થાન કયારનું ઊભરાઈ ગયું છે. ઠરાવમાં આપણે ઉઘાડેછોક જણાવ્યું છે, અને અરજીમાં આપણે વિસ્તારથી કહેવાના છીએ કે, રાજધાનીની મફિન-કેક-સપ્લાયની પરિસ્થિતિ કરુણાજનક છે: શહેરોના કેટલાય વિસ્તારોમાં ઉત્તમ, ગરમાગરમ મફિન-કેકનાં દર્શન દોહ્યલાં છે; એની ‘ડિલીવરી’ કરનારા છોકરાઓની સ્થિતિ એવી કંગાળ છે કે, એવા હાથોથી પહોંચાડાતી કંગાળ ફિન-કેક લોકોના શારીરિક, માનસિક અને નૈતિક અધ:પાત સરજી રહી છે. લંડનના કેટલાય ગરીબ વિસ્તારોમાં, વરસના આદિથી અંત સુધીમાં, મફિન-કેકનું નામ પણ સાંભળવા મળતું નથી. મફિન-કેક વેચનારાઓમાંના ઘણા દારૂડિયા, વ્યભિચારી અને સ્વચ્છંદી જણાયા છે. એ ઉપરથી જ એ વેપાર કેવા હાથોમાં જઈ પડયો છે તે સમજાશે. મફિન-કેક ખાનારાઓ પણ એ પોષક નિર્દોષ વાની સારી ન મળતી હોવાથી અવનીમાં એવી જ વવીકો અપનાવતા જાય છે, એ ઉઘાડું છે. આ કંપની એ કથળેલી અને વણસેલી પરિસ્થિતિને એકદમ સુધારાની ટોચ ઉપર લાવી દેવાના હેતુથી જ સ્થાપવામાં આવી છે —
“દશ દશ પાઉંડનો એક એવા પાંચ લાખ શૅરોની મૂડીવાળી આ કંપનીને પરવાનગી આપવી, ટેકો આપવો, અને ઉત્તેજન આપવું, એ તેથી કરીને, સરકારની સૌથી પ્રથમ કોટીની ફરજ છે તેનું કર્તવ્ય છે – તેનો ધર્મ છે. ’’
રાલ્ફ આખો ચહેરો ભરી કાઢનું હાર્દિક સંમતિસૂચક સ્મિત મેમાં ઉપર પાથરી દીધું.