________________
નિકોલસ વિકલ્પી મિ૦ બૉનેએ ઉમેર્યું, “સર મૅથ્ય પશ્કરે, આ બિલ હાથ ઉપર લેવા બાબતમાં ‘સરકાર’નો શો ઇરાદો છે, તથા છેલ્લા ભોજન દરમ્યાન સરકારે પોતાને ખાનગીમાં શું કહ્યું હતું તથા તે કહેતી વખતે સરકારે” આંખ કેવી રીતે મિચકારી હતી, એનો પૂરો અહેવાલ મને આપ્યો છે તથા તેમણે મને ખાતરી આપી છે કે, સરકારના અંતરમાં બીજા કોઈ હિત કે હેતુ રતાં ‘યુનાઇટેડ મેટ્રોપોલિટન સુધરેલી મફિન-કેક અને નિયમિત ડિલીવરી કંપની નું જ હિત મોખરે છે.”
સભાનું કામકાજ સંતોષકારક રીતે પૂરું થયા બાદ મિ0 નિકબી અને બીજા ડિરેકટરો ઑફિસે ભોજન માટે ગયા. આ બધી તકલીફ લેવા બદલ, કંપનીનો શૈશવકાળ ધ્યાનમાં રાખી, જણ દીઠ માત્ર ત્રણ ગિની જ ફી તરીકે લેવામાં આવતી.
એ બધું કામકાજ પરવારી, મિત્ર રાફિ નિકલ્વીએ સૌની હાર્દિક રજા લઈ, સેંટ પૉલના દેવળ આગળ થઈને આગળ ચાલવા માંડ્યું. તે જ વખતે તેની પાસે આવી એક માણસ અચાનક થોભ્યો. તે ન્યૂમૅન નૉઝ હતો.
“પેલા ગીરોખતના કાગળો ટપાલમાં આવી ગયા લાગે છે, ખરું ને?” “ના, ખોટું,” ન્યૂમૅને જવાબ આપ્યો.
શું, તે અંગે કોઈ મળવા પણ આવ્યું નથી?” નૉઝે ડોકું ધુણાવ્યું. “તો પછી શું આવ્યું છે?” “હું પોતે.” “બીજું કાંઈ?” શેઠે જરા કડક થઈને પૂછયું.
“આ” એમ કહી ન્યૂમેને પોતાના ખીસામાંથી એક કાગળ ધીમેથી ખેંચી કાઢ્યો.