________________
નિકોલસ વિકલ્પી . ' “સાડા-બાર વાગ્યા, નૉઝ?”
“બાર ઉપર પચીસ મિનિટથી વધારે નહિ–” નૉઝ ‘ટાવરના જાહેર ઘડિયાળ પ્રમાણે” એમ કહેવા જતો હતો, પણ પછી ઝટપટ સુધારી લઈને બોલ્યો, “રોવર વખત પ્રમાણે.” “અત્યારે હું “લંડન ટૅવર્ન' તરફ જાઉં છું.”
જાહેરસભા છે?” મિત્ર નિલ્બીએ ડોકું હલાવી હા પાડી, અને ઉમેર્યું, “સૉલિસિટર તરફથી એક ગીરોખતના કાગળો આવવાના છે. જે આવશે જ, તો તો બે વાગ્યાની ટપાલમાં જ આવશે. લગભગ તે અરસામાં જ હું શહેર બહાર ચૅરિંગ-કૉસને રસ્તે પગપાળો જવા ઊપડીશ. જો કાંઈ કાગળ-પત્ર આવી જાય, તો લઈને ત્યાં આવજે, અને મને આપી જજે.”
આ વાતચીત પૂરી થઈ, એટલામાં જ કોઈએ બારણાનો ઘંટ વગાડ્યો.
“શું કહેવાનું? ઘરમાં છો, એમ?” “હા.” “દરેકને?”
હા.” ટૅક્સવાળાને પણ?” “ના, તેને તો પર આવવા કહેવું.”
પોતે ધાર્યા મુજબ જવાબ મળ્યો તેનો સંતોષ દર્શાવવા નૉઝે પોતાની દશે આંગળીઓના ટચાકા એક પછી એક ફોડ્યા.
આવનાર મિત્ર બૉને હતા. તે ભારે ઉતાવળમાં અંદર ધસી આવ્યા. “ચાલો, ચાલો, મહેરબાન, બહાર ઘોડાગાડી તૈયાર છે. સર મૅથ્ય પપ્પર પ્રમુખસ્થાન લેશે, અને ઓછામાં ઓછા ત્રણ