SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાં સૈની પિછાન થાય છે લંડનના ગોલ્ડન સ્કર્વે વિભાગમાં. મિત્ર રાફ નિકલ્ટીની “ઑફિસ” આવેલી હતી. જોકે, તે વેપારી હતો, બૅન્કર હતો, વકીલ હતો, ધંધેદારી હતો કે શું હતો, એ પહેલી નજરે કહેવું મુશ્કેલ હતું; પરંતુ ગોલ્ડન સ્કવૅરમાં તે એક વિશાળ મકાનમાં રહેતો હતો, અને તેના દરવાજા ઉપર તેમ જ બારણા ઉપર ‘ઑફિસ’ શબ્દ કોતરેલી તખ્તી હતી, એ હકીકત હતી. ઉપરાંતમાં એ અંગે વધુ ખાતરીદાયક દાર્શનિક પુરાવો જોઈએ તો એ હતો કે, સાડા નવથી પાંચ વાગ્યા સુધી એક લઘરવઘર માણસ રવેશના એક ખૂણે કઠણ સ્કૂલ ઉપર આવીને બેસતો; અને જયારે બહારથી કોઈ ઘંટ વગાડતું, ત્યારે બારણું ઉઘાડતી વખતે તેના કાન ઉપર અચૂક એક કલમ ખોસેલી જોવા મળતી. અલબત્ત, શહેરનો આ આખો લત્તો “ઠંડો’ પડી ગયો હતો. ઘણાંખરાં મકાનોનો મોટો ભાગ હવે ભાડે અપાતો હતો; અને એ ભાડવાતો પણ મુખ્યત્વે નટ-નટીઓ કે ગાયક-વાદક વર્ગના માણસો હોતાં. આ વર્ગનાં માણસોનાં મોં ઉઘાડાં જ રહે છે: નવરાં ફરતાં હોય ત્યારે ગાવા માટે, અને વધુ નવરાં પડયાં હોય ત્યારે જોરથી ધૂમ્રપાન કરવા માટે. પરિણામે, આખો લત્તો ધુમાડાથી અને ગીતોના ગણગણાટથી જ ગૂંગળાયેલો રહેતો. એક દિવસે સવારે રાફ નિકલ્દી બહાર જવા માટે તૈયાર થઈને બેઠો હતો; અચાનક તેણે પાસેના મેજ ઉપર ઉઘાડો પડેલો હિસાબી ચોપડો બંધ કર્યો અને પોતાના ગુમાસ્તાને પાસે બોલાવ્યો.
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy